Advertisement

ખંભાત-વડોદરા-ડીસા રૂટ પર નવો દોર, લીલીઝંડી સાથે બસ રવાના

ખંભાત-વડોદરા-ડીસા રૂટ પર નવો દોર, લીલીઝંડી સાથે બસ રવાના

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા મુસાફરો માટે નવીન ગુર્જર નગરી ખંભાત-વડોદરા-ડીસા એક્સપ્રેસ બસ ફાળવવામાં આવી છે. આ નવીન ST બસનું ખંભાત બસ મથક ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચિરાગ પટેલે નવીન વડોદરા-ડીસા એક્સપ્રેસ બસનું પૂજન કરી વિધિવત લોકાર્પણ કર્યું હતું. તેમણે લીલી ઝંડી બતાવી બસને પ્રસ્થાન કરાવ્યું હતું.

લોકાર્પણ કાર્યક્રમમાં ડેપો મેનેજર ધર્મેન્દ્રસિંહ મહિડા સહિત ખંભાત ST નિગમનો સ્ટાફ, તાલુકા સંગઠન પ્રમુખ સાગર પટેલ, APMC ચેરમેન ગિરીશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કેતન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય જયેશ ટંકર, તા.પં. કારોબારી ચેરમેન રમેશ દોઢીયા, તાલુકા પંચાયત સભ્ય રમેશ પરમાર, તાલુકા સંગઠન મહામંત્રી વિજયસિંહ ગોહિલ, શહેર સંગઠન મહામંત્રી ગૌરવ રાણા, તાલુકા સંગઠન ઉપપ્રમુખ મહેશ પટેલ, તાલુકા સંગઠન ઉપપ્રમુખ વિશાલ પટેલ, સરપંચ દિલીપસિંહ ગોહિલ, વેદ ભટ્ટ, હિરેન ગોસ્વામી સહિત ભાજપાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement