Advertisement

કેનેડા વર્ક પરમીટના બહાને ઠગાઈ કરતો સુનિલ શેઠીયાનો ભાંડો ફૂટી ગયો

કેનેડા વર્ક પરમીટના બહાને ઠગાઈ કરતો સુનિલ શેઠીયાનો ભાંડો ફૂટી ગયો

કેનેડા વર્ક પરમીટના બહાને ઠગાઈ કરતો સુનિલ શેઠીયાનો ભાંડો ફૂટી ગયો

આણંદના મોગરી-જિટોડીયા રોડ ઉપર રહેતા અને વિદ્યાનગરમાં ઓફિસ રાખી લોકોને કેનેડાના વર્ક પરમીટ વિઝા આપવાના બહાને ઠગતો સુનિલ શેઠીયા મૂળ પંજાબનો છે અને તે છેલ્લાં કેટલાંય વર્ષોથી ગુજરાતમાં અલગ-અલગ ઠેકાણે રહે છે. અહીંયા ચિખોદરા પાસેના એક જાણીતા રિસોર્ટમાં વેઈટર તરીકે નોકરી કર્યા બાદ કાર લે-વેચના ધંધામાં ફાવટ આવી ગઈ હતી. જેમાં પણ તેણે લોકો સાથે છેતરપિંડી આચરી હતી. એવું કહેવાય છે કે, 25 વર્ષ પહેલાં જ શખસ દૈનિક રૂપિયા 3 હજારથી વધુ પોતાના મોજશોખ પાછળ ખર્ચતો હતો.

આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ પંજાબના સુનિલ મદનલાલ શેઠિયા અગાઉ ગેરકાયદે અનેક કામ કર્યા હતા. નડિયાદની એક હોટલમાં દેહ વ્યાપારના વ્યવસાયમાં પોલીસ દરોડા બાદ ભાગીને આણંદ આવી ગયો હતો. જ્યાં થોડો સમય રિસોર્ટમાં વેઈટર તરીકે કામ કર્યા બાદ એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. જ્યાં વર્ષ 2000માં વિધાનગર જીઆઈડીસીમાં આશરો લીધો હતો. અને મિત્ર સાથે રહીને તેણે કાર લે-વેચનો વ્યવસાય શરૂ કર્યો હતો. તે લોકો પાસેથી ઉછીના પૈસા લઈને પરત આપતો જ નહોતો. શખસ અનેક લોકોને ભાગીદાર તરીકે રાખી તેમની પાસેથી પૈસા પડાવ્યા બાદ અમદાવાદ ભાગી જતો હતો.

અલબત્ત, એ પછી ચાર-પાંચ વર્ષ પછી તે પાછો આવી જતો હતો. અમદાવાદમાં ઉઠમણું કરીને આણંદ આવી હેપ્પી મોટર નામની ગાડીઓની લે વેચની ઓફિસ વિધાનગર રોડ પર ચાલુ કરી હતી. જોકે, ઈમિગ્રેશનમાં પૈસા સારા મળે છે એમ લાગતાં જ થોડાં વખતો પહેલાં જ તેણે વિદ્યાનગરમાં ઓફિસ શરૂ કરી હતી. જેમાં કેનેડાના વર્ક વિઝા અપાવવાનું કહીને છેતરપિંડી કરતો હતો. અત્યાર સુધીમાં પોલીસ ચોપડે તેના અને તેના પત્ની-પુત્ર અને પુત્રવધુ સહિત કુલ ત્રણ ફરિયાદ નોંધાઈ છે. જેમાં પત્ની અને પુત્રવધુને જામીન મળ્યા છે, જ્યારે પિતા-પુત્ર જેલમાં છે.

Advertisement