Advertisement

કાઠાણા ખુમાનપુરા વિસ્તારમાં વાનરે 4 લોકોને બચકા ભરી ઇજા પહોંચાડી

કાઠાણા ખુમાનપુરા વિસ્તારમાં વાનરે 4 લોકોને બચકા ભરી ઇજા પહોંચાડી

કાઠાણા ખુમાનપુરા વિસ્તારમાં વાનરે 4 લોકોને બચકા ભરી ઇજા પહોંચાડી

કઠાણા ગામના ખુમાનપુરા વિસ્તારમા છેલ્લા 15 દિવસથી કપિરાજે આતંક મચાવી દેતા ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા.ત્યારે વાનરે 4થી રહીશોને બચકાભરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આખરે વન વિભાગને ફરીયાદ કરાતા એનજીઓની ટીમોએ રેસ્કયુ કરી પકડીને વન વિભાગને સોંપવામા આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ બોરસદના કઠાણાના ખુમાનપુરા વિસ્તારમાં કપીરાજે આતંક મચાવી દીધો હતો.ત્યારે 4 જેટલા માણસોને બચકાભરી ધાયલ કરી દેતા દવાખાનામાં દાખલ કરવામા આવ્યા હતા.આ અંગે વન વિભાગને જાણ કરાતા બોરસદ વનવિભાગ દ્વારા કરમસદ દયા ફાઉન્ડેશનને જાણ કરવામાં આવી હતી. ટીમોએ રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ કપીરાજને પકડીને પાંજરે પુરી દેવાતા પંથકના ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.આખરે દયા ફાઉન્ડેશન ટીમોએ કપીરાજને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો હોવાનું જણાવ્યું હતું.

Advertisement