Advertisement

કલેક્ટરની કડક સૂચના: બેડવા–રાણસોલ બ્રિજ કામ તાત્કાલિક પૂરુ કરો

કલેક્ટરની કડક સૂચના: બેડવા–રાણસોલ બ્રિજ કામ તાત્કાલિક પૂરુ કરો

આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ને બેડવા અને રાણસોલ ખાતેના એક્સપ્રેસ હાઈવે પરના બ્રિજનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા સૂચના આપી હતી.

બેઠક દરમિયાન, નેશનલ હાઈવે પરના ગામડી ઓવરબ્રિજ ખાતે અકસ્માતો અટકાવવા માટે સાઈન બોર્ડ અને માર્કિંગ નિયમ મુજબ કરવા સંબંધિત અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જિલ્લામાં રોડ નજીકના તળાવો અથવા પાણીના સ્ત્રોતો પાસે અકસ્માત નિવારવા માટે રેલિંગ લગાવવા તમામ રોડ એજન્સીઓને સૂચના અપાઈ હતી.

સોજીત્રા મહી કેનાલના કામને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે સંબંધિત વિભાગને રોડ સેફ્ટી સંબંધિત તમામ કામગીરી કરવા અને ડાયવર્ઝન રોડ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા નિર્દેશ આપ્યા હતા.

સામરખાથી ભાલેજ તરફના એક્સપ્રેસ વે પર રેડિયમ માર્કિંગ અને સાઈન બોર્ડની સુવિધા ટૂંક સમયમાં પૂરી પાડવા માટે પણ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, ડી.સી.એફ. સુરેશ મીના, કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ કમિશનર એસ.કે. ગરવાલ, આરટીઓ અધિકારી શ્રી પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પિયુષ પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદી સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement