Advertisement

કલેક્ટરના આદેશ બાદ જિલ્લામાં હડકંપ, નાયબ મામલતદાર-કારકુનો બદલાયા

કલેક્ટરના આદેશ બાદ જિલ્લામાં હડકંપ, નાયબ મામલતદાર-કારકુનો બદલાયા

આણંદ કલેક્ટર કચેરીમાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા 57 નાયબ મામલતદાર સહિત કર્લાકની બદલીઓનો આદેશ કર્યો છે. આણંદ કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં જે જી વસાવાની આંકલાવ મામલતદાર કચેરી,આણંદ શહેર મામલતદાર કચેરીના એસ એમ પ્રજાપતિની પેટલાદ પ્રાંત કચેરીમાં સીરરીસ્તેદાર તરીકે બદલી કરવામાં આવી છે,આણંદ શહેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા વી કે સોલંકીની પેટલાદ મામલતદાર કચેરી, ઉમરેઠ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા ડી આર રાઠોડની આણંદ મામલતદાર કચેરી સહિત કુલ 23 જેટલા નાયબ મામલતદારોની સાગમટે બદલીઓ કરી દેવામાં આવી છે.

ત્યારબાદ આણંદ કલેકટર કચેરીમાં કર્લાક તરીકે ફરજ બજાવતાં ગૌતમ અલગોતરની તારાપુર મામલતદાર કચેરી, શ્વેતા મેતલિયાની ઉમરેઠ મામલતદાર કચેરી સહિત 22 જેટલા કર્લાકોની આંકલાવ, ઉમરેઠ, બોરસદ ખંભાત ,સોજિત્રા મામલતદાર કચેરીમાં ખાલી જગ્યા પડતી હોવાથી બદલી કરવામાં આવી છે. ત્યારબાદ 12 જેટલા કર્મચારીઓની વહીવટી કારણોસર જુદા જુદા વિભાગમાં બદલીઓ કરાઈ છે.

Advertisement