Advertisement

કરમસદ-આણંદ-નડિયાદ બિલ્ડરોને મોટી રાહત

કરમસદ-આણંદ-નડિયાદ બિલ્ડરોને મોટી રાહત

કરમસદ આણંદ અને નડિયાદ મનપા બનતાં ગત જુલાઇમાં રાજ્ય શહેરી વિકાસ વિભાગ દ્વારા મનપા નો ડી2 કેટેગરીમાં સમાવેશ કરવામાં આવતાં 40 ટકા કપાત નિયમ લાગુ થતાં બિલ્ડરોમાં નારાજગી વ્યાપી ગઇ હતી.

બંને જિલ્લાના સ્થાનિક ધારાસભ્યોએ સરકારમાં રજૂઆત કરતાં ગત માસે રાહત નિયમ લાગુ કર્યા બાદ પુનઃ શહેરી વિકાસ વિભાગ દ્વારા મનપાનો ડી 2માં સમાવેશ આગામી 1 એપ્રિલ થી 2027થી લાગુ કરવામાં આવશે.ઉપરાત નોન ડીપી એરિયામાં બાંધકામ માં જમીન કપાતમાં રાહત આપવામાં આવતાં બિલ્ડરોએ રાહત અનુભવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર કરમસદ આણંદ અને નડિયાદ મનપા બનતાં ગત જુલાઇમાં રાજ્ય ના શહેરી વિકાસ વિભાગ દ્વારા મનપા નો ડી 2 કેટેગરીમાં સમાવેશ કરવામાં આવતાં બિલ્ડરોમાં નારાજગી પ્રવર્તવા પામી હતી.આ મુદ્દે ધારાસભ્યો દ્વારા સરકારમાં રજૂઆત કરતાં સરકાર દ્વારા ગત માસે ડી 2 સમાવેશમાં રાહત આપતા નિર્ણય લેવામાં આવ્યો હતો.

જે બાદ પુનઃ રાજ્ય શહેરી વિકાસ વિભાગ દ્વારા નવા વર્ષના પ્રારંભે બિલ્ડરો માટે આનંદદાયક બને તેવા નિર્ણયો જાહેર કરતાં મનપાનો આગામી 1 એપ્રિલ 2027થી ડી 2 કેટેગરીમાં સમાવેશ કરવા નિર્ણય લીધો છે. જેથી નોન ડીપી એરિયામાં બાંધકામ માં 10 થી15% જમીન કપાતના નિયમ જેતે સમયે લેવામાં આવેલ પરવાનગી તથા જમા ફી ના આધારે લાગુ કરવામાં આવતાં બિલ્ડરો તથા મકાન ખરીદનાર માટે રાહતરૂપ બનશે.

હાલમાં દરખાસ્ત કરેલી નવી ટીપીમાં 40 કપાતની રાહતને લઇ અસમંજસ

કરમસદ આણંદ મનપા દ્વારા નવી ડીપી અને તેના આધારે નવી ટીપી ની દરખાસ્ત રાજ્ય સરકાર માં રજૂ કરવામાં આવી હોવાથી આગામી 30મી જુન સુધીમાં વિકાસ નકશા સરકારમાં રજૂ કરવાના મનપાને સૂચન બાદ નવી ડીપી અને તેના આધારે નવી ટીપી મંજૂર કરવામાં આવે તો જાહેર થયેલ નવી ડી2ના નિયમ લાગુ થશે ની અવઢવ ઉભી થવા પામી હોવાનું જાણવા મળેલ છે.

Advertisement