Advertisement

કરમસદ આણંદ ફાયર બ્રિગેડ દ્વારા ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ ખાતે ફાયર અવેરનેશ ટ્રેનિંગ

કરમસદ આણંદ ફાયર બ્રિગેડ દ્વારા ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ ખાતે ફાયર અવેરનેશ ટ્રેનિંગ

આજરોજ તા. 09/02/2026 ના રોજ સવારે 11:00 કલાકે કરમસદ આણંદ ફાયર બ્રિગેડ દ્વારા આણંદ–વિધાનગર રોડ પર આવેલ નંદ ભૂમિ પાર્ટીપ્લોટની સામે, મારુતિ શરણમ કોમ્પલેક્ષમાં સ્થિત ICICI Prudential Life Insurance Co. Ltd. ખાતે ફાયર અવેરનેશ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમ આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ સબ ફાયર ઓફિસર અબ્દુલભાઈ ભથાણિયા તથા ફાયરમેન રઘુવીરસિંહ પઢીયાર દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો. ટ્રેનિંગ દરમિયાન સંસ્થાના કુલ 11 ઓફિસ કર્મચારીઓને પ્રાથમિક ધોરણે આગ બુઝાવવાની વિવિધ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


ટ્રેનિંગમાં અગ્નિશામક યંત્રોના યોગ્ય ઉપયોગ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી તેમજ બિલ્ડિંગમાં સ્થાપિત ફિક્સ ફાયર સિસ્ટમ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે પ્રેક્ટિકલ પ્રેઝન્ટેશન દ્વારા આગ લાગ્યાની સ્થિતિમાં તાત્કાલિક પગલાં કેવી રીતે લેવા તે અંગે કર્મચારીઓને સમજાવવામાં આવ્યું હતું.


આ ફાયર અવેરનેશ ટ્રેનિંગ દ્વારા કર્મચારીઓમાં આગ અંગે જાગૃતિ વધારવામાં આવી હતી તેમજ આપત્તિ સમયે સલામતીના પગલાં અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું હોવાનું સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું.

Advertisement