Advertisement

કરમસદ–આણંદ મહાનગરપાલિકાની અનોખી પહેલ: રવિવારે પણ ભરશો મિલકત વેરો

કરમસદ–આણંદ મહાનગરપાલિકાની અનોખી પહેલ: રવિવારે પણ ભરશો મિલકત વેરો

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એ માર્ચ મહિના દરમિયાન મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિસ્તાર ખાતે આવેલી મનપા ની કચેરીઓ રવિવાર સહિત જાહેર રજા ના દિવસે ખુલ્લી રાખીને નગરજનો બાકી વેરો ભરપાઈ કરી શકે તેવી સવલત આપવા માટે જણાવ્યુ છે.


કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ વિસ્તાર આણંદ, કરમસદ, વિદ્યાનગર, મોગરી, ગામડી, જીટોડીયા અને લાંભવેલ વિસ્તારોમાં મિલકતો ધરાવતા નગરજનો તા. 31 માર્ચ 2026 ના રોજ નાણાકીય વર્ષ પૂરું થતું હોય બાકી વેરો ભરી શકે તે માટે માર્ચ મહિના દરમિયાન દરેક રવિવાર સહિત જાહેર રજા ના દિવસોએ સવારે 11:00 થી બપોર બાદ 16-00 કલાક સુધી તમામ કચેરીઓ ખુલ્લી રાખવામાં આવશે. આગામી તારીખ 1લી માર્ચ રવિવાર જાહેર રજાના દિવસે મહાનગરપાલિકા ની વેરા વિભાગની શાખા ખુલ્લી રહેશે જેમાં બાકી વેરો ભરપાઈ કરવા જણાવવામાં આવ્યું છે.


જે નગરજનોને માંગણા બિલો ના મળ્યા હોય તેઓએ મહાનગરપાલિકા ઓફિસ નો સંપર્ક કરીને સમયસર માંગણા બિલ મેળવી લેવા પણ જણાવ્યું છે. 


આ ઉપરાંત નગરજનોની સવલત માટે મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિસ્તારની કચેરીઓ રવિવાર સહિત જાહેર રજા ના દિવસો ખાતે કરવેરા વસુલાત માટે વેરા વિભાગની ઓફિસ ખુલ્લી રાખવામાં આવશે. જેનો લાભ લઈને 31 માર્ચ પહેલા બાકી વેરો જમા કરાવી દેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. 


કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને તાકીદ પણ કરવામાં આવી છે કે બાકી પડતો તમામ વેરો જે નગરજનો દ્વારા 31 માર્ચ 2026 સુધીમાં ભરપાઈ કરવામાં નહીં આવે તો પાણી/ ડ્રેનેજ કનેક્શન કાપી નાખવા તથા મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જે અંગે ખાસ નોંધ લેવા પણ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે. 

Advertisement