કરમસદના રાધાવૃંદ બંગલો વિસ્તારમાં ઝેરી કાળોતરો (Common Krait) સાપ દેખાતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ નેચર હેલ્પ ફાઉન્ડેશનના અનુભવી સાપ રેસ્ક્યુઅર ધર્મેન્દ્ર પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
ધર્મેન્દ્ર પરમારે ખૂબ જ સાવચેતી અને કુશળતા સાથે ઝેરી કાળોતરો સાપને સલામત રીતે પકડી લીધો હતો. રેસ્ક્યુ દરમિયાન સ્થાનિક રહેવાસીઓમાં ભયનું માહોલ હતું, પરંતુ સફળ રેસ્ક્યુ બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રેસ્ક્યુ કરાયેલા કાળોતરો સાપને બાદમાં કુદરતી નિવાસસ્થાનમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો હતો. નેચર હેલ્પ ફાઉન્ડેશન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે સાપ દેખાય તો ચિંતિત ન થાય અને તરત જ નિષ્ણાત રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરે.
આ પ્રકારની ઝડપી અને જવાબદાર કામગીરી બદલ સ્થાનિક લોકોએ નેચર હેલ્પ ફાઉન્ડેશન તથા ધર્મેન્દ્ર પરમારની પ્રશંસા કરી હતી.