કરમસદના અખંડ ભારત ઉદ્યાન બાગમાં હવે ફ્રી એન્ટ્રી મળશે
કરમસદ આણંદ મનપા વિસ્તારના વેસ્ટ ઝોનમાં કરમસદમાં અખંડ ભારત ઉદ્યાન આવેલ છે. આ બાગ તમામ લોકો માટે સવારે 5 થી રાત્રિના 11-00 કલાક સુધી ખુલ્લો રહેશે. આ બાગમાં અવરજવર માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. અગાઉ રૂા.10 એન્ટ્રી ફી લેવામાં આવતી હતી.
કરમસદ આણંદ મનપાના કમિશનર મિલિંદ બાપના એ મંગળવારે અખંડ ભારત ઉદ્યાનની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે આ ઉદ્યાન ખાતે આવતા લોકો એ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. વિના મૂલ્યે પ્રવેશ મળશે.નગરજનોને અખંડ ભારત ઉદ્યાનમાં મુલાકાત લેવા માટે જણાવવામાં આવ્યું છે જ્યાં ફેમિલી સાથે આવીને આનંદ માણી શકાય તેવી ફેસીલીટી આપવામાં આવી છે જેનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.