કપડવંજ અને કઠલાલ તાલુકાને જોડતો બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ, 6 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી
ખેડા જિલ્લાના કપડવંજ - કઠલાલ તાલુકાને જોડતાં વાઘાવત અપ્રુજી રોડ અને અપ્રુજી - કાકરખાડ અ સરખેજ અપ ટુ અમદાવાદ - ગોધરા - ઇન્દોર નેશનલ હાઇવે વચ્ચે એક મેજર બ્રિજ અને સ્લેબ ડ્રેઈન આવેલી છે. આ બ્રિજ પર અતિ ભારે વાહનોના ટ્રાફિકને કારણે ભવિષ્યમાં કોઈ દુર્ઘટનાની પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે ભારે વાહનોને આ રોડ પરથી પસાર થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તારીખ 6 જાન્યુઆરી 2026 થી લઈને 6 માર્ચ 2026 સુધી આ માર્ગ ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ વૈકલ્પિક માર્ગ પરથી જઇ શકાશે આ માર્ગ બંધ કરવામાં આવતાં અપ્રુજીથી વાઘાવત થઈ આતરસુંબા, કપડવંજ તરફ જતો તમામ ભારે વાહન વ્યવહાર અપ્રુજીથી, નવા રોડ થઈ છીપડી પાટીયા, કાણીયેલ, તોરણા થઈ આતરસુંબા કપડવંજ તરફ આગળ જઈ શકશે. તેમજ આંતરસુબાથી વાઘાવત જતો તમામ વાહનવ્યવહાર આંતરસુબાથી દેવકરણના મુવાડાથી બારીયાના મુવાડા થઈ અપ્રુજી જઈ શકશે, તેમજ અપ્રુજીથી વાઘાવત ગામે જવા માટે ખલાલથી અમદાવાદ ઇંન્દોર રોડ પર છીપડી પાટીયા, ખડાલ થઈ આતરસુંબાથી વાઘાવત તરફ જઈ શકશે.