Advertisement

કપડવંજમાં પ્રથમવાર કિન્નર સમાજનું સંમેલન અને પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ, સુરક્ષાના કડક બંદોબસ્ત

કપડવંજમાં પ્રથમવાર કિન્નર સમાજનું સંમેલન અને પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ, સુરક્ષાના કડક બંદોબસ્ત

કપડવંજમાં દાદા ગંગારામ કિન્નર સમાજનું સંમેલન અને પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થશે.તા.20 ફેબ્રુઆરી સુધી ચાલનારા સંમેલન સમારોહ શાંતિપૂર્ણ રીતે પૂરો થાય તે માટે ખાનગી કંપનીના બોડીગાર્ડ ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે.


કપડવંજ શહેરમાં આવેલા કિન્નરોના અખાડામાં 20 ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવા જઈ રહ્યા છે. કપડવંજ શહેરમાં આવેલો કિન્નરોનો અખાડો દાદા ગંગારામ કિન્નર અખાડા સમાયેલો છે.


કપડવંજમાં પ્રથમવાર કિન્નર સમાજનું સંમેલન યોજવા જઈ રહ્યું છે. બે દિવસ અગાઉ અમદાવાદના મિયાં જમાલ દાદા જૂથના કિન્નરો દ્વારા કપડવંજમાં પોતાનું વર્ચસ્વ જમાવવા તેમજ આંતરિક જૂથવાદને કારણે 300 જેટલા કિન્નરો કપડવંજ આવી રહ્યા હતા જેને ખેડા જિલ્લા પોલીસે નજર કેદ કરી તુરંત જ પરત મોકલ્યા જેથી કપડવંજ ના શહેરીજનોએ તેમજ કપડવંજમાં યોજાઈ રહેલા કિન્નર સમાજના જૂથે હાશકારો અનુભવ્યો છે.


તારીખ 19 ફેબ્રુઆરી ના રોજ અખાડા ખાતે બહુચર માં નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સારું થશે જેમાં નવચંડી યજ્ઞ પ્રારંભ થશે 20 ફેબ્રુઆરીના દિવસે એક કુટીર હોમ, શહેરના મોટા હનુમાન દાદા મંદિર થી અખાડા સુધી શોભાયાત્રા, પ્રાણ પ્રતિષ્ઠા, સ્નપન પ્રયોગ તેમજ મહાપ્રસાદીનો આયોજન કરવામાં આવ્યું છે.


કપડવંજ કિન્નર અખાડા ખાતે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કિન્નરો દ્વારા ખાનગી કંપનીના બોડીગાર્ડ અખાડા ની અંદર અને બહાર તૈનાત કરી દેવામાં આવ્યા છે.

Advertisement