કચ્છ કાર્નિવલની શોભા વધારી કચ્છીયતના રંગે રંગાયા મુખ્યમંત્રી
ભુજ ખાતે આજરોજ કચ્છ કાનિર્વલનો શુંભારભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છીમાડુઓને કચ્છી નૂતન વર્ષ અષાઢીબીજની શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારો તથા મેળાવડાઓ આનંદ-પ્રમોદનું એક માધ્યમ છે. એમાંય કચ્છીઓ તો પોતાના આગવા ખમીર અને ઝમીરથી ઉત્સવો માણવા માટે પ્રખ્યાત હોવાથી દેશ વિદેશથી કચ્છ આવતા લોકોને કચ્છની પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ, ખાન-પાન, કલા કારીગરીથી પરિચિત કરાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ કાર્નિવલ તથા રણોત્સવનું આયોજન કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી. વડાપ્રધાનશ્રીએ કચ્છના રણને રણોત્સવ દ્વારા પ્રવાસનનું તોરણ બનાવીને કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા ની ટેગ લાઈન સાથે વિશ્વમાં કચ્છની આગવી ઓળખ ઉભી કરી છે. હાલ, કચ્છ વડાપ્રધાનના વિકાસના વિઝન અને કમિટમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે.
કચ્છ કાર્નિવલમાં કચ્છીયતના રંગે રંગાઇને મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે કચ્છ કાર્નિવલની પરંપરાને વિસ્તારવાના વડાપ્રધાન ના પ્રેરક સૂચનને ઝિલનાર સાંસદ વિનોદભાઈ ચાવડાને અભિનંદન પાઠવતા ઉમેયું હતું કે, વડાપ્રધાનએ ભૂકંપનો માર ઝીલનાર કચ્છને ફરી બેઠું કરીને પ્રવાસનના વિકાસનો પર્યાય બનાવ્યું છે. કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાનશ્રીએ કચ્છનું પૂર્નનિર્માણ કરી કચ્છના વિકાસને નવી રાષ્ટ્રીયતાના પ્રતીક સમાન શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ – ક્રાંતિ તીર્થ માંડવી ખાતે નિમાર્ણ પામ્યું છે તેમજ યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની પ્રાચીન સંસ્કૃતિનો ભવ્ય વારસો પણ કચ્છમાં સચવાયેલો છેકચ્છને એનર્જી સેક્ટરથી ભારતનું પાવર હાઉસ ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ કચ્છમાં પ્રવાસનની સાથે સાથે પાવર સેક્ટરને પણ પ્રોત્સાહન આપ્યું છે, ખાવડા ખાતે એશિયાના સૌથી મોટા સોલાર વિન્ડ હાઇબ્રીડ એનર્જી પાર્ક કાર્યરત થતા રિન્યૂએબલ એનર્જી ઉત્પાદનમાં કચ્છનો ખૂબ મોટો ફાળો રહેશે.
તાજેતરમાં જ વડાપ્રધાનશ્રીએ કંડલા ખાતે 10 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધા નિર્માણનું ખાતમુહૂર્ત પણ કર્યુ છે. હાલ, વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે સામાન્યમાં સામાન્ય માનવીનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. દેશવાસીઓને દેશની શક્તિ, શુરવીરતા અને સમય કરતાં બે કદમ આગળ ચાલવાના સામર્થ્યથી ભારત કઈ સ્પીડ અને કેટલા સ્કેલથી વિકાસની નવી ઉંચાઈઓ આંબી શકે છે તેનો અનુભવ થયો છે.
કચ્છી નવા વર્ષે ખેંગારબાગ પાસે મહારાવ મદનસિંહજીની પ્રતિમા પાસેથી પ્રારંભ કરાયેલ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ઉમેદનગર સુધીના માર્ગે રજૂ કરવામાં આવી હતી. કચ્છી કલા અને સંસ્કૃતિની ઝાંખીઓની પ્રસ્તૃતિથી કચ્છીયત સૌળે કળાએ ઝળકી ઉઠી હતી. કચ્છભરના 2500 જેટલા કચ્છી કલાકારોએ કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યની સંસ્કૃતિને 62 ફલોટના માધ્યમથી રજૂ કરીને કલાના કામણ પાર્થયા હતા.
કચ્છ કાર્નિવલમાં વિવિધ સમાજ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, શાળાઓ, મહિલા મંડળો વગેરે જોડાઇને વિવિધ થીમ પર 62 કૃતિઓ રજૂ કરી હતી,આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, સર્વે ધારાસભ્યો કેશુભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા, પ્રદ્યમુનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધભાઇ દવે, મોરબી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા, માંડવી નગરપાલિકા પ્રમુખ હરેશભાઈ વીંઝોડા, મુંદરા નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી, અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણી, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ, ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઇ રાઠોડ, રાપર નગરપાલિકા પ્રમુખ ચાંદકુમાર ઠક્કર, અગ્રણીશ્રી દેવજીભાઇ વરચંદ, રાજવી પરિવારના અગ્રણી કુંવરસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા, તેરા ઠાકોર મયુરધ્વજસિંહજી, દેવપર ઠાકોર પ્રતાપસિંહજી, યુવરાજ પ્રતાપસિંહ હનુમંતસિંહજી, કલેકટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડા, ડો.અનિલ જાદવ અને એસ.કે. ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ, મોટી સંખ્યામાં કચ્છીઓ અને ભુજ નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કુરનમાં મુખ્યમંત્રીની રાત્રિસભા: સરહદી વિસ્તારોમાં વિકાસનો સૂર્યોદય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના પ્રથમ સરહદી ગામ કુરન ખાતે આયોજિત ગ્રામસભામાં સહભાગી બન્યા હતા.મુખ્યમંત્રીએ કુરન ગામના સરપંચ સહિત સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને સરહદી વિસ્તારમાં આવેલા પરિવર્તન અંગે જાણકારી મેળવી હતી ગામલોકો સાથે સંવાદમાં કહ્યું હતું કે, હવે કચ્છ વિકાસનો પર્યાય બની ગયું છે. વિકાસની વાત હોય ત્યાં કચ્છ ના હોય એવું ભાગ્યે જ બની શકે વિવિધ કાર્યો અંગેની રજૂઆતો બાબતે લોકહિતમાં નિર્ણય લેવા અંગે ખાતરી આપી હતી.આ રાત્રિસભા દરમિયાન કચ્છના જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, આગેવાન ધવલભાઈ આચાર્ય, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અદગીકારી ઉત્સવ ગૌતમ સહિતના પદાધિકારીઓ, અધિકારી અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.