Advertisement

ઉમેટા બ્રિજ પર ભારે વાહનોની અવરજવરનો પ્રતિબંધ માત્ર કાગળ પર

ઉમેટા બ્રિજ પર ભારે વાહનોની અવરજવરનો પ્રતિબંધ માત્ર કાગળ પર

ઉમેટા બ્રિજ પર ભારે વાહનોની અવરજવરનો પ્રતિબંધ માત્ર કાગળ પર

ગંભીરા બ્રિજ પર દુર્ઘટના બાદ પણ તંત્ર જાગ્યું નથી. ઉમેટા બ્રિજ પરથી ભારે વાહનો પ્રવેશ નહીં તે માટે તંત્રએ લોખંડની એન્ગલ લગાવી દઇને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે વાહનચાલકોએ નવો જુગાડ કરીને આઇસર ટ્રકની કેબીનનો આગળનો ભાગ કટ કરીને ઉંચાઇ ઘટાડીને એન્ગલ નીચે પસાર થતા હોવાથી સમસ્યા ઠેર ની ઠેર જોવા મળી છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા ભારે વાહનો અટકાવવા માટે કાયમી ચોકી બનાવીને ટ્રાફિક પોલીસ મુકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમેટા બ્રિજ પર ચાલી રહેલા ''મોતના ખેલ'' પરથી સાબિત થાય છે. આણંદ અને વડોદરાને જોડતા ઉમેટા બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલમાં છે. આ પ્રતિબંધ બ્રિજની સુરક્ષા માટે અને મોટી દુર્ઘટના ટાળવા માટે લાદવામાં આવ્યો છે, પરંતુ વાહન માલિકો માટે આ નિયમ માત્ર એક કાગળનો ટુકડો છે.

તંત્રની આંખમાં ધૂળ નાંખીને આઇસર ટ્રક કટ કરીને દોડાવતા હોવાથી વાહનચાલકો માટે જોખમ વધી ગયું છે.આ માત્ર જાહેરનામાનું ઉલ્લંઘન નથી, પરંતુ તે બ્રિજની વહન ક્ષમતા અને હજારો નાગરિકોના જીવ સાથેનો જોખમી જુગાર છે. કેમેરામાં કેદ થયેલી આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે પ્રતિબંધો હોવા છતાં, કાયદાનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી.

ઉમેટા અને સિંધરોટ ચેકપોસ્ટ પર તંત્રએ ભારે વાહનોને રોકવા માટે એન્ગલ લગાવી દીધા છે. પરંતુ ટોલ ટેક્સ બચાવવા અને લાંબો રૂટ ટાળવા માટે ટ્રક માલિકોએ એક ખતરનાક રસ્તો શોધી કાઢ્યો છે. ગંભીરા બ્રિજ તૂટ્યા પછી તંત્રએ પગલાં ભર્યા પણ તે માત્ર આંખમાં ધૂળ નાખવા પૂરતા હતા.

તંત્રે માત્ર એન્ગલ લગાવીને સંતોષ માની લીધો

ઉમેટા બ્રિજ પર ભારે વાહનો પસાર ના થાય તે માટે લોખંડની એન્ગલો નાંખવામાં આવી છે. તેમ છતાં ભારે વાહનો કેબીન કટ કરીને દોડાવી રહ્યાં છે. જ્યાં સુધી આ ખતરનાક પ્રથા અટકાવવામાં નહીં આવે અને જાહેરનામાનું કડક પાલન નહીં કરાવાય, ત્યાં સુધી ઉમેટા બ્રિજ પર અકસ્માતનો ખતરો તોળાતો રહેશે.

Advertisement