Advertisement

ઉમરેઠમાં ‘ન્હાતી જોવાના વ્હેમ’માં આધેડની નિર્દય હત્યા, બે મહિલા સહિત છ ઝડપાયા

ઉમરેઠમાં ‘ન્હાતી જોવાના વ્હેમ’માં આધેડની નિર્દય હત્યા, બે મહિલા સહિત છ ઝડપાયા

ઉમરેઠમાં પરિણીતાને ન્હાતી જોવાના વ્હેમમાં બે મહિલા સહિત છ શખસોએ ભેગા મળીને આધેડને જમીન પર અને દીવાલમાં વારંવાર પછાડીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેમાં ઉમરેઠ પોલીસે ગણતરીના કલાકમાં જ હત્યા સામેલ છ જણાંની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં કોર્ટે તમામને જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.


આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરેઠના ધુળેટા ગામ સ્થિત ઈન્દિરાનગરીમાં ચતુરભાઈ રોહિતના પત્ની ઉષાબેન બાથરૂમમાં ન્હાતા હતા. ત્યારે ચતુરભાઈએ આક્ષેપ કર્યો હતો કે તારાબેન રાજેશભાઈ રોહિતનો દીકરો આર્યન તેમની પત્ની ન્હાતા હતા ત્યારે ધાબા પરથી તેને જોતો હતો. જોકે, આ બાબત અંગે બંને પરિવાર વચ્ચે માથાકુટ થઈ હતી.


શરૂમાં સામાન્ય બોલાચાલી ઝઘડામાં પરિણમી હતી જેમાં ચતુર રોહિતનું ઉપરાણું લઈને તેમના પરિવારજનો જગદીશ ગણપત રોહિત, જિતેન્દ્ર જગદીશ રોહિત, રાકેશ જગદીશ રોહિત, ઉષા ચતુર રોહિત અને રતન જગદીશ રોહિત આવી ચઢ્યા હતા અને તમામ ભેગા મળીને રાજેશભાઈને પકડીને પહેલા જોરથી દિવાલ સાથે અથડાવ્યા હતા. તેમ છતાં તેમનો રોષ શાંત ન થતા, ચારેય જણાએ રાજેશભાઈને ઊંચકી-ઊંચકીને વારંવાર જમીન પર પછાડ્યા હતા. જેને કારણે રાજેશભાઈનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે બે મહિલા સહિત તમામ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામને જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

Advertisement