Advertisement

ઉમરેઠમાં શ્રી સરસ્વતી વિદ્યાલયે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો

ઉમરેઠમાં શ્રી સરસ્વતી વિદ્યાલયે 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવ્યો

ઉમરેઠ સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલયમાં સોમવારે ૭૭મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રતનપુરાના અગ્રણી તમાકુના વેપારી શ્રી જગદીશભાઈ મહિજીભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને સલામી અપાઈ હતી.


આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વાલી શ્રીમતી પ્રીતિબેન વિમલભાઈ પટેલ પણ અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માર્ચ-૨૦૨૫માં લેવાયેલી ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.


શિશુ મંદિરના નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરાયેલા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમે વાતાવરણને જીવંત બનાવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન વિદ્યાલયના આચાર્ય રાકેશ ગુરુજી અને ચિંતનભાઈ પટેલે કર્યું હતું.

અંતમાં શિશુ મંદિરના પ્રધાનાચાર્ય શ્રીમતી બીનાબેન ભટ્ટે આભારવિધિ કરી હતી. સંસ્થાના પ્રધાનમંત્રી આચાર્ય શ્રી રાજેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળે મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.



Advertisement