Advertisement

ઉમરેઠની આરોહીનો ડંકો! રાજ્ય સ્પર્ધામાં દ્વિતીય સ્થાન

ઉમરેઠની આરોહીનો ડંકો! રાજ્ય સ્પર્ધામાં દ્વિતીય સ્થાન

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાની હમીદપુરા પ્રાથમિક શાળામાં ધોરણ ૨માં અભ્યાસ કરતી આરોહી પરમારે રાજ્ય કક્ષાની સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી તેણે શાળા, ઉમરેઠ તાલુકા અને આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આ સ્પર્ધાનું આયોજન ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા 9થી12 જાન્યુઆરી દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે "અન્ડર ૧૧ એથ્લેટીક્સ મીટ ૨૦૨૬" અંતર્ગત કરવામાં આવ્યું હતું. આરોહીએ અન્ડર 9 કેટેગરીમાં ભાગ લીધો હતો.

શાળાના આચાર્ય મનોજઅમીને જણાવ્યું હતું કે આરોહીના પિતા અને શાળાના શિક્ષક જિજ્ઞેશ પરમારે કોચ તરીકેની ભૂમિકા ભજવી તેને રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન અપાવ્યું છે. વિજેતા થવા બદલ ચિલ્ડ્રન યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. નિલેશ પંડ્યા અને બ્રાન્ડ એમ્બેસેડર ભાવિકા મહેશ્વરીના હસ્તે આરોહીને મેડલ, રૂપિયા 5500નો પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આરોહીની આ સિદ્ધિ બદલ આણંદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલસોલંકી, આણંદ ડીપીઈઓ ડૉ. અર્ચના પ્રજાપતિ, નાયબ ડીપીઈઓ ડૉ. તેજેન્દ્રસિંહ સોલંકી, ઉમરેઠ ટીપીઈઓ માધવસિંહ પરમાર, ઉમરેઠ બીટ કે.નિ. જયેશ પટેલ, બીઆરસીસી ડી.એન. પટેલ, સીઆરસીસી શૈલેષ પટેલ અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement