Advertisement

આવતી કાલથી કઠાણાથી વડોદરાની ડેમુ ટ્રેન પુન: દોડતી જોવા મળશે

 આવતી કાલથી કઠાણાથી વડોદરાની ડેમુ ટ્રેન પુન: દોડતી જોવા મળશે

કોરોના મહામારી દરમિયાન 21 માર્ચ 2020ના રોજ કઠાણા ડેમુ ટ્રેન તંત્રએ બંધ કરી દેવાઇ હતી. ત્યારે ગંભીરા મહી નદીનો બ્રિજ તુટી ગયો હોવાથી દિલ્હી રેલ્વે મંત્રાલયમાં રજૂઆતના પગલે મંજૂરી આપતાં આગામી 7મીએ 1727 દિવસ બાદ પુન: ડેમુ ટ્રેન દોડતી જોવા મળશે. જેના પગલે 65થી વધુ ગામડાઓના મુસાફરોને રાહત મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગંભીરા બ્રિજ તુટી ગયો હોવાથી આંકલાવ ,બોરસદ અને ખંભાત પંથક યુવકો જે વડોદરા તેની આસપાસ ગામોની કંપનીઓમાં નોકરી કરતાં 4 થી વધુ યુવકોને 65 કિમી ફેરો ફરીને જવું પડતું હતું જેના કારણે ચાર થી પાંચ કલાક મુસાફરી જતાં રહેતા હતો. ત્યારે કઠાણા થી વડોદરા ડેમુ ટ્રેન શરૂ થતાં નોકરીયાત વર્ગ, વેપારીઓ, વિદ્યાર્થીઓને આર્શીવાદ સમાન બની રહેશે. ત્યારે ટ્રેન ટ્રાયલ 7મી ડિસેમ્બરે કઠાણા થી વાસદ વચ્ચે થશે. ડેમુ ટ્રેન કઠાણા થી સવારે 5.15 કલાકે ઉપડશે. જે 63 કિમી જેટલું અંતર કાપીને વડોદરા 9.20 કલાકે પહોંચશે.

ત્યારબાદ વડોદરા સ્ટેશન થી ટ્રેન સાંજે 5.20 કલાકે નીકળીને રાત્રે 9.20 કલાકે પહોંચશે. ટ્રેન શરૂ થનાર હોવાથી નવું એન્જીન, 3 કોચ જોળવામાં આવશે. જેમાં 300થી વધુ મુસાફરો મુસાફરી કરી શકશે. જેના પગલે મુસાફરોને 65 કિમી અંતર કાપીને વડોદરા પહોંચવું પડતું હતું. જે તમામ સમસ્યાઓમાંથી મુકિત મળશે.

અગાઉ વડોદરા જવા રૂા. 200 ખર્ચવા પડતા હતા હવે માત્ર રૂ 20માં જવાશે

બોરસદ, આંકલાવ અને ખંભાત તાલુકાના લોકોને ગંભીરા બ્રિજ તુટી જતાં નોકરી કે વેપાર ધંધા અર્થે વડોદરા જવાનું થાય તો જવા- આવવા પાછળ રૂ 200 ખર્ચ થતો હતો. ચાર થી પાંચ કલાકની મુસાફરી કરવી પડતી હતી. તેમાંથી મુકિત મળશે. ખાસ કરીને નંદેસરી, રણોલીકરચીયા, બાજવા જીઆઇડીસીમા નોકરી કરતાં યુવકોને ફાયદો થશે. ફવડોદરા થી કઠાણા ડેમુ ટ્રેન બોચાસણ, બોરસદ, વાસદ, નંદેસરી, રણોલી, કરચીયા, બાજવા સ્ટેશન પર સ્ટોપેજ આપ્યાં છે.જો કે વડોદરા થી વાસદનું ભાડું રૂ 10 અને વાસદ થી કઠાણાનું રૂ 10 ભાડુ નક્કી કરાયું છે.આમ માત્ર રૂ 20માં અવરજવર કરી શકશે.

Advertisement