આવતીકાલે આણંદમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિર
ઉનાળાના સમયગાળા દરમ્યાન બ્લડ બેંકોમાં રકતનો જરુરી પુરવઠો ઉપલબ્ધ કરવામાં પરેશાનીની સામનો કરવો પડતો હોય છે.
ટ્રેનમાં રોજીંદા અપડાઉન કરનાર મુસાફરોનું સંગઠન આસ્થા છેલ્લા ૩પ વર્ષથી રકતદાન અને વ્યસન મુકિત અભિયાનની કામગીરી કરવામાં આવે છે.
ગુજરાત સ્થાપના દિવસ અને વર્લ્ડ લેબર ડેને અનુલક્ષીને આસ્થા દ્વારા મે માસના પ્રથમ રવિવારે તા. ૪ મે,ર૦રપના રોજ સવારે ૮થી બપોરે ૧ કલાક દરમ્યાન આણંદ રેલ્વે સ્ટેશને પશ્ચિમ રેલવે હેલ્થ યુનિટ,આણંદના સહયોગમાં સ્વૈચ્છિક રકતદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પની સાથોસાથ વિનામૂલ્યે નેત્ર નિદાન અને રાહત દરે ચશ્મા વિતરણ કરવામાં આવનાર છે. રકતદાતાઓનું સ્મૃતિભેટથી સન્માન કરાશે. સમાજસેવાના આ કાર્યમાં જોડાવવા માટે રકતદાતાઓને અનુરોધ કરાયો છે.