Advertisement

આણંદ: 'હર ઘર તિરંગા' અભિયાનને લઇ કલેક્ટરની સમીક્ષા બેઠક

આણંદ: 'હર ઘર તિરંગા' અભિયાનને લઇ કલેક્ટરની સમીક્ષા બેઠક

આણંદ: 'હર ઘર તિરંગા' અભિયાનને લઇ કલેક્ટરની સમીક્ષા બેઠક

આણંદ જિલ્લામાં 15 ઓગસ્ટ સુધી યોજાનાર "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કલેક્ટર ચૌધરીએ અધિકારીઓને અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજવા સૂચના આપી હતી. આ પ્રવૃત્તિઓમાં સેલ્ફી વિથ તિરંગા, તિરંગા ક્વિઝ, સ્કૂલોમાં ઓપરેશન સિંદૂર અને 'રાખી' થીમ અંતર્ગત સ્પર્ધાઓનો સમાવેશ થાય છે..

આ ઉપરાંત વોલ પેઇન્ટિંગ, સ્વચ્છતા રેલી અને તિરંગા રેલી જેવી પ્રવૃત્તિઓ દ્વારા નાગરિકોમાં દેશભક્તિની ભાવના ઉજાગર થાય તેવા સઘન પ્રયાસ કરવા કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું હતું. આ મહત્વપૂર્ણ બેઠકમાં આણંદ મ્યુનિસિપલ કમિશનર મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતી અને જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement