આણંદ સ્ટેશન પર સુરક્ષા સખત: બોમ્બ-ડોગ સ્કવોડની ચેકિંગ અભિયાન
દિલ્હીમાં બોંબ બ્લાસ્ટ બાદ આણંદ રેલવે સ્ટેશન પર ગુરુવારે બોંબ અને ડોગ સ્કવોડ દ્વારા મુસાફરોના સામાન અને સ્ટેશન પર આવતા વાહનોનું ચેકિંગ કરાયુ હતું. દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તકેદારીના ભાગરૂપે રાજ્ય ભરના પોલીસ અધિકારીઓને એલર્ટ આદેશ કર્યો છે.ત્યારે આણંદ રેલ્વે સ્ટેશન ખાતે હજારોની સંખ્યામાં મુસાફરોની અવર જવર રહેતી હોવાથી વડોદરા રેલ્વે પોલીસ દ્વારા બોંબ અને ડોગ સ્કવોડ મદદ લઇને મુસાફરોના સામાન અને ટ્રેનની બોગીઓ તેમજ પ્લેટફોર્મ પર વાહનોની ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી.જો કે વાહનોની ડેકીમાં સામાનને કઢાવીને દરેક વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે