આણંદ સોજિત્રા સ્ટેટ હાઇવે ઉપર વલાસણ ગરનાળું પૂરું, પણ રોડનું કામ અધૂરું
આણંદ સોજિત્રા સ્ટેટ હાઇવે ઉપર વલાસણ નહેર ઉપર ગરનાળાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે.પરંતુ ગરનાળાની બંને બાજુએ રોડ બનાવવાની કામગીરી મંથર ગતિએ ચાલતી રહી હોવાથી વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. ત્યારે ગરનાળાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી વાહન વ્યવહાર માટે રોડને ખૂલ્લો મૂકવાની માગ ઉઠવા પામી છે.
આણંદ સોજિત્રા તારાપુર સ્ટેટ હાઇવે ઉપર વલાસણ ગામ પાસે ગરનાળુ કામ હાથ ધરાયુ હતુ.જેથી કામ ચલાઉ નહેર પુરી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂતોને સિંચાઇના પાણી આપવા માટે તેને તોડી નાંખીને પાણી છોડવામાં આવ્યો છું જેને લઇને સોજિત્રા તરફ જવા માટે રંગાઇપુરા ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાથી વાહનચાલકોને 15 કિમીનો ફોગટ ફેરો ફરવાનો વખત આવ્યો છે,
હાલમાં ગરનાળાનું કામ પૂર્ણ થઇ ગયું છે. પરંતુ ગરનાળાની બંને બાજુએ રોડ જોઇન્ટ આપવાનું કામ અધરૂ છોડી દેવાયું છે.રોડ બનાવવાની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. જેના કારણે વાહનચાલકો હેરાન થઇ રહ્યાં છે.તેમજ ગરનાળા કામ પૂર્ણ થયા બાદ ડિવાઇડર બનાવવામાં આવે તો અક્સ્માતનું પ્રમાણ ઘટાડી શકાય તેમ છે.આણંદ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર રજત ચૌધરીએ જણાવ્યું બનાવવાનું કામ એકાદ દિવસમાં ચાલુ કરી દેવાશે. આ કામ વાહનવ્યવહાર ચાલુ હોય તો પણ થઈ શકશે.એટલે એક દિવસમો માટીના પાળા દૂર કરી,દેવાશે અને સંકલનની મિટીંગમાં નિર્ણય લેવાશે તો 22મીએ રોડને ખુલ્લો કરી દેવામાં આવશે.