Advertisement

આણંદ સલાટીયા વિસ્તારમાં તૈયાર 300 આવાસ દાયકા પછી આજે પણ ધૂળ ખાતી હાલતમાં

આણંદ સલાટીયા વિસ્તારમાં તૈયાર 300 આવાસ દાયકા પછી આજે પણ ધૂળ ખાતી હાલતમાં

આણંદ સલાટીયા વિસ્તારમાં તૈયાર 300 આવાસ દાયકા પછી આજે પણ ધૂળ ખાતી હાલતમાં

આણંદ સલાટીયા વિસ્તારમાં 10વર્ષ પૂર્વે પાલિકા દ્વારા રૂ 9 કરોડના ખર્ચે 308 આવાસ તૈયાર કરવામાં આવ્યા હતા.પરંતુ તંત્રની બેદરકારીને કારણે આવાસ ફાળવવામાં ન આવતાં જર્જરીત હાલતમાં ફેરવાઇ ગયા હતા. આખરે પાલિકા દ્વારા 2021માં 1.70 કરોડના સમારકામ હાથ ધર્યું હતું. મનપા દ્વારા 110 આવાસો ડ્રો સિસ્ટમથી આપવાની તૈયારીઓ આરંભી છે.હજુ સુધી ફાળવણી કરવામાં આવી નથી.ત્યારે ટીપી 4માં નવા આવાસ નિર્માણ ના કરેલ આયોજન કેટલા યથાથૅ?ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.

આણંદ શહેરમાં નગરપાલિકાના શાસન દરમિયા ગત દશક દરમ્યાન કેન્દ્ર, રાજ્ય તથા આણંદ પાલિકાના સહયોગથી શહેરના સલાટીયા વિસ્તારમાં આશરે બાર કરોડના ખર્ચે ત્રણસો ઉપરાંત આવાસો નિર્માણ કરવામાં આવ્યા હતા.જે અંતર્ગત લાભાર્થીઓ પાસેથી ડિપોઝિટ લેવામાં આવી હતી.જે બાદ દશક પૂર્વ રાજ્ય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ના હસ્તે ચાવી અર્પણ કરવાના કાયૅક્રમ યોજાયા બાદ પણ લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી ન હતી.જેના પગલે આવાસો ખંડેર બનવા ઉપરાંત અસમાજીક તત્વો ના અડ્ડા બનવા પામ્યા હતા.

થોડા સમય પૂર્વે મનપા દ્વારા કેટલાક લાભાર્થીઓને ચાવી આપવામાં આવી હતી.પરંતુ આજે પણ મનપા દ્વારા નવી કિંમત ની આકારણી કરતાં મોટાભાગના આવાસો ધૂળ ખાતા ફાળવણી ન થતાં ની વચ્ચે ગતરોજ મનપા દ્વારા શહેરના ટીપી ૪મા આવેલ ફાઇનલ પ્લોટનં 134 વાળી 21300 ચોરસ મીટર જમીન હસ્તે કરી ચારસો જેટલા આવાસ નિર્માણ નું આયોજન કરતાં અગાઉ ના આવાસની ફાળવણી ધૂળ ખાતી બની હોય નવા આવાસ નિર્માણ આયોજન કેટલા યથાથૅ?ના સવાલ ઉઠવા પામ્યા નું જાણવા મળેલ છે.

Advertisement