આણંદ સર્કિટ હાઉસ રોડનું વ્હાઇટ ટોપિંગ શરૂ, 6ઠ્ઠી ફેબ્રુઆરી સુધી અવરજવર બંધ
કરમસદ આણંદ મનપા દ્વારા ત્રિભુવન દાસ પટેલ માર્ગને (સર્કિટ હાઉસ રોડ) નું 2.50 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવા આવશે.તેની કામગીરી હાથ ધરવામાં આવેલી હોવાથી આગામી બે માસ સુધી એટલે કે 6ઠ્ઠી ફેબ્રુઆરી સુધી રોડ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે,
પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ આણંદ મનપા સર્કિટ હાઉસ તરફનો 500 મીટર ડામર રોડ છે. દર ચોમાસમાં વરસાદી પાણીને કારણે ધોવાઇ જાય છે. જેથી વારંવાર સમારકામ કરવું પડે છે. તેને ધ્યાને લઇને આગામી 20 વર્ષ સુધી રોડનું સમારકામ ન કરવું પડે તે માટે તંત્રએ વ્હાઇટ ટોપિંગ રોડ બનવવાનો નિર્ણય કર્યો છે. વરસાદી પાણીના ભરાય તે રીતે રોડ તૈયાર કરવા આવશે. હાલમાં રૂ 2.50 કરોડના મનપાએ વ્હાઇટ ટોપિંગ રોડ બનવવાની કામગીરી હાથ ધરી છે. જેને લઇને રોડ બંધ કરી દેવામાં આવ્યો છે.
વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની સાથે વચ્ચેવચ્ચ ડિવાઇડરમાં લાઇટી સહિત લોકોને આકર્ષે તેવી ડેવલપમેન્ટ કરવામાં આવશે.તેમજ રોડની બંને બાજુએ પ્રજાની અવરજવર માટે ફૂટપાથ બનાવવામાં આવશે. જેનો ફાયદો 10થી વધુ સોસાયટી રહીશો સહિત વાહનચાલકોને થશે. જાહેર જનતાની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે અને ભારે વાહનનોની અવર જવર માટે વ્યાયામ શાળા થી ઉત્સવ પાર્ટી પ્લોટ થઈ શાસ્ત્રી મેદાન ચોકડી થઈ ગુરુધ્વારા સર્કલ સુધીના રસ્તાનો ઉપયોગ કરી શકશે તથા ગણેશ ચોકડી થી અમુલ ડેરી થઈ ગુરુધ્વારા સર્કલ થઈ શાસ્ત્રી મેદાન તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરી શકાશે.