Advertisement

આણંદ શહેરમાં ગંદા ગટરનો અફાટ! 4 દિવસથી માર્ગ પર ઉભરાયેલું ગંદું પાણી, રહેવાસીઓ અને દુકાનદારો ત્રાસી ગયા

આણંદ શહેરમાં ગંદા ગટરનો અફાટ! 4 દિવસથી માર્ગ પર ઉભરાયેલું ગંદું પાણી, રહેવાસીઓ અને દુકાનદારો ત્રાસી ગયા

આણંદ શહેરના ધર્મેશ્વર મહાદેવ, ગુજરાતી ચોક અને પોલસડેરી રોડ આવેલી ગટર ચેમ્બરો યોગ્ય રીતે સફાઇના અભાવે છેલ્લા 4 દિવસથી ઉભરાઇ રહી છે.જેના પગલે માર્ગ ઉપર પસાર થતા રાહદારીઓ,વાહન ચાલકો અને દુકાનદારો હાલાકીઓનો ભોગ બન્યા હતા.આણંદ મનપા ગટર લાઈન વિભાગે કાયમી ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિક વિસ્તારના રહીશોએ માંગ ઉચ્ચારી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેરના ગુજરાતી ચોક સહિત અન્ય વિસ્તારમાં ગટર ઉભરાતતા ગંદાપાણીની રેલમછેલ માર્ગ પર થઇ જતાં હાલાકી વેઠવાનો વખત આવ્યો છે.ગંદા પાણીમાંથી અવરજવર કરતાં હોવાથી ચામડીનો રોગ થવાની સંભાવના છે. તેમજ ભારે દુર્ગધ મારે છે. જેના કારણે દુકાનદારો ત્રાસી ગયા છે. તેમજ મચ્છરો સહિત જીવાતનો ઉપદ્વવ વધી ગયા છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની સંભાવા છે. આ અંગે મનપા રજૂઆત કરવા છતાં નક્કર પગલાં લેવામાં આવતા નથી. જેને લઇને ભારે રોષ જોવા મળી રહ્યો છે. આણંદ મનપા સેનેટરી વિભાગ દ્વારા આ વિસ્તારની ગટર લાઇન ખોલીને સાફસફાઇ કરવામાં નહી આવે તો પ્રશ્ન હલ થાય તેમ છે. તેમ સ્થાનિક દુકાનદારો જણાવ્યું હતું.

Advertisement