Advertisement

આણંદ–વિદ્યાનગરમાં 40 કરોડનો મેગા ફ્લાયઓવર બ્રિજ મંજૂર — ટ્રાફિક મુશ્કેલીઓનો અંત!

આણંદ–વિદ્યાનગરમાં 40 કરોડનો મેગા ફ્લાયઓવર બ્રિજ મંજૂર — ટ્રાફિક મુશ્કેલીઓનો અંત!

આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે મહાનગરપાલિકા ખાતે આણંદ વિદ્યાનગર રોડ ઉપર એપીસી સર્કલ એટલે કે રાજમાર્ગ રોડ ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ની દરખાસ્ત કરમસદ આણંદ મહાનગરપાલિકામાં રજૂ કરી હતી, ઉપરાંત ધારાસભ્ય શ્રી એ આ દરખાસ્ત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂ કરી હતી અને આ બ્રિજ બનવાથી આણંદ વિદ્યાનગર જે ખૂબ જ વિકસિત રોડ છે અને લોકોને ટ્રાફિક સમસ્યા નો સામનો કરવો પડે છે તેમાં સુવિધા થાય તે માટે તેમણે ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માંગણી કરી હતી.

ધારાસભ્યશ્રીની માંગણી મુખ્યમંત્રી શ્રી એ મંજૂર રાખતા હવે એપીસી સર્કલ રાજમાર્ગ રોડ ઉપર રૂપિયા 40 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ બનશે જેની સૈદ્ધાંતિક મંજૂરી કરમસદ આણંદ મહાનગરપાલિકાને આપવામાં આવી છે.આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે આણંદ વિદ્યાનગર રોડ ખૂબ જ વિકસિત રોડ છે આ રોડ ઉપર થી અસંખ્ય લોકો પસાર થાય છે. એપીસી સર્કલ પાસે ખૂબ જ ટ્રાફિક જામ થતો હોવાથી ત્યાં નવો ફ્લાય ઓવર બ્રિજ બનાવવો ખૂબ જ જરૂરી હતો. જે ધ્યાને લઈને મારી માંગણી મેં મૂકી હતી.

જેને કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા દરખાસ્ત કરાતા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ નવા ઓવરબ્રીજ બનાવવો ખૂબ જ જરૂરી છે તેમ જણાવતા તેમણે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તે બદલ ખુશી વ્યક્ત કરી હતી અને નવો બ્રિજ બનવાથી નગરજનોને વધુ સુવિધા મળશે તેમ જણાવ્યું હતું. કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના એ જણાવ્યું કે રાજ્યમાં તાજેતરમાં નવી બનાવવામાં આવેલ ૦૯ મહાનગરપાલિકાઓ પૈકી એક માત્ર કરમસદ આણંદ મહાનગરપાલિકા નો પ્રથમ ફ્લાય ઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે એપીસી સર્કલ રાજમાર્ગ રોડ ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકાર તરફથી મળી છે, નવો બ્રિજ બનવાથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ આવશે અને આ નવો બ્રિજ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવશે જે ખૂબ જ મજબૂત અને ટકાઉ રીતે તૈયાર કરવામાં આવશે જે નગરજનોને ખૂબ જ ઉપયોગી નિવડશે તેમ તેમણે જણાવ્યું હતું.

Advertisement