આણંદ મનપા: શાકમાર્કેટના 50 ગેરકાયદે ઓટલા દૂર, માર્ગ ખુલ્લા
આણંદ મનપા દ્વારા 15 દિવસ અગાઉ અમૂલ ડેરી રોડ પર ઉભા રહેતા લારીઓવાળાને હટાવીને માર્ગો ખુલ્લા કર્યા હતા. જે તે સમયે મોટી શાકમાર્કેટમાં ગેરકાયદે વેપારીઓ ઓટલા બનાવીને દબાણો કરીને ધંધા કરી રહ્યાં હોવાનું ધ્યાને આવતાં મનપાએ એપીએમસીને સુચના આપીને તમામ દબાણો દૂર કરવા જણાવ્યું હતું .જેથી એપીએમસી અને મનપાની ટીમોએ ગત 20મી ડિસેમ્બર શાકમાર્કેટ દબાણ કરીને બનાવેલા 50 જેટલા ઓટલા દૂર કરીને માર્કેટનો મુખ્ય માર્ગ ખુલ્લો કર્યો હતો. જો કે વેપારીઓને અગાઉથી નોટીસ પાઠવીને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું હતું.તેમ છતાં દબાણ ન હટાવતાં એપીએસીએ દબાણ હટાવવા પાછળ કરેલ ખર્ચને વસુલવા માટે વેપારીઓને નોટીસ ફટકારી છે.