આણંદ મનપાના 3 ઈજનેરની બદલીનો હુકમ સરકારે રદ કર્યો
રાજ્ય સરકારે આણંદ મનપામાં ફરજ બજાવતાં ત્રણ ઇજનેરની વહીવટી કારણોસર બદલીનો હુકમ કર્યો હતો.ત્યારે મનપાની વહીવટી કામગીરીઓ ખોરવાઇ જવાના ભીતીઓ સેવાઈ રહી હતી.આખરે શુક્રવારે ગાંધીનગર વડી કચેરીએથી બદલીઓનો હુકમ રદ કર્યો હોય આણંદ મનપા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
રાજ્ય સરકારે રાજ્યની નગર પાલિકા સહિત કોર્પોરેશનમાં ફરજ બજાવતા 32 જેટલા ઇજનેરની બદલીઓનો હુકમ કર્યો હતો. ત્યારે આણંદ મનપા ભવનમાં ફરજ બજાવતાં પિનલ કુમાર સાંગાણીની બિલીમોરા નગર પાલિકા, વિજયસિંહ બારૈયની મહેમદાવાદ અને પાર્થકુમાર મહાકાળની વડોદારા પ્રાદેશિક કમિશ્નર કચેરી બદલીઓનો હુકમ જાહેર કર્યો હતો.
જેના પગલે મનના તંત્રએ ઈજનેરોને સોંપવામાં આવેલ કામગીરીઓ બંધ કરી દેવાઈ હતી.કારણ કે શુકવારે બદલી થયેલ જગ્યાએ હાજર થઈ જવા જણાવેલ હતું.બીજી તરફ આણંદ મનપા ભવનમાં 3 જેટલા ઈજનેરની બદલીઓ થતા ચર્ચાનો વિષય પણ બની ગયો હતો.આખરે ગાંધીનગર વડી કચેરીએથી 3 ઈજનેરની બદલીઓનો હુકમ રદ કર્યો હોવાનું લેખિતમાં જાણ કરી છે.