આણંદ બોરસદ ચોકડી પર ફરી દબાણ
આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને મનપા દ્વારા બોરસદ ચોકડી પાસે ખંભાત રેલવે લાઇન પર આવેલી સરકારી જમીન 300થી વધુ કાચાપાકા દબાણો 7 માસ અગાઉ દૂર કરીને 12 હજાર ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરાઇ હતી જો કે તંત્ર દ્વારા તોડી પડાયેલા પરિવારોને વેકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. જેના પગલે ઘર વિહોણા પરિવારો ધીમે ધીમે પુન: કાચા દબાણો કરીને આશ્ર્રય લઇ રહ્યાં છે.ત્યારે તંત્ર દ્વારા તાત્કાિલક પગલાં લેવામાં નહીં આવે તો પુન: દબાણો હટાવવા માટે લાખો ખર્ચો કરવા પડે તેવો વખત આવશે.
તંત્રએ ખાલી પડેલ જગ્યા પર તાત્કાલિક નવીન કામગીરી હાથ ધરવામાં આવી હોત તો દબાણો સમસ્યા ન ઉભી થઇ હોત તેમ નગરજનોમાં ચર્ચાઇ રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ બોરસદ ચોકડી પર છેલ્લા 40 વર્ષથી 350થી વધુ પરિવારો ગેરકાયદે દબાણો કરીને રહેતા હતા. દર વખતે દબાણો દૂર કરવા જાય તો રાજકીય ઓથા હેઠળ કોઇ જ કાર્યવાહી થઇ શકતી ન હતી.જો કે મનપા જાહેર થયા બાદ તંત્ર દ્વારા તમામ દબાણકર્તાઓને નોટીસ પાઠવીને દબાણ દૂર કરવા જણાવ્યું હતું. તેમ છતાં દબાણ દૂર ન થતાં આખરે મનપા અને વહીવટીતંત્ર સાથે મળીને દબાણો દૂર કરીને 12 હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી હતી.
જેતે સમયે ગેરકાયદે બાંધકામ હટાવવાના સમયે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવ્યા ના દાવા કરવામાં આવ્યા હતા.જે પોકળ સાબિત થતાં હોય તેમ ગરીબોને આવાસો કે વૈકલ્પિક સુવિધા વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં ન આવતાં પુનઃ સદર જમીન સ્થળે કાચાં બાંધકામ ઉભા કરવામાં આવતાં તંત્ર ની બેદરકારી ના કારણે પુન: સરકારી જમીન કાચા દબાણો થઇ રહ્યાં છે.ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક કોઇ પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં જગ્યા ખાલી કરવા માટે પુન: માથકુટ કરવાનો વખત આવશે. જેથી તાત્કાલિક પીડિત પરિવારનો યોગ્ય જગ્યા ફાળવીને કાચા દબાણો દૂર કરીને જગ્યા પર કોઇ પણ બાંધકામ હાથ ધરવામાં આવે તેમ નગરજનો ઇચ્છે છે.