આણંદ, બોરસદ અને પેટલાદમાં જીએસટી વિભાગનું સર્ચ ઓપરેશન, કરચોરીનો ભાંડો ફોડાયો!
દિવાળી તહેવાર પહેલા આણંદ ,બોરસદ અને પેટલાદમાં સ્ટેટ જીએસટી વિભાગની ટીમોએ સર્ચ ઓપરેશન કરીને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આણંદ ,બોરસદ અને પેટલાદમાં એક એક દારૂખાનાના વેપારીઓને ત્યાં જીએસટીની ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે. સ્ટેટ જીએસટી ટીમો દ્વારા કરોડો રૂપિયાની કર ચોરી પકડી હોવાનું ચર્ચાએ જોર પકડયું છે.જો કે જિલ્લામાં તમાકુ સહિત અન્ય વેપારીઓ ત્યાં જીએસટી ટીમો દરોડા પડાયા બાદ કયારે કેટલી કર ચોરી થઇ છે. તેનો આંકડો જાહેર કર્યો નથી તેને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી છે.
સ્ટેટ જીએસટી ટીમો દ્વારા રાજ્યમાં 80 જેટલા દારૂખાનાના વેપારીઓને ત્યાં જીએસટીનું સર્ચ ઓપરેસન હાથ ધર્યું છે.આ દરોડા દરમિયાન માલ સ્ટોક અને બિલ વેચાણ ના પત્રકો મેળવવાની કામગીરી ચાલુ છે ત્યારે આણંદ જિલ્લામાં પણ ત્રણ સ્થળોએ જીએસટીના સર્ચ ઓપેરશન ચાલુ ચે. જેમાં બોરસદ તાલુકામાં ભાદરણ ગામે જલારામ ફટાકડા, પેટલાદમાં કેજી એન્ડ ટ્રેડર્સ અને આણંદ શહેરમાં ભાલેનાથ ફટાકડા વેપારીને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે સ્ટેટ જીએસટીએ દારૂખાનના વેપારીઓ ત્યાં માલ સ્ટોક , વેચાણ કરેલ માલ અને હાલ ગોદામમાંકેટલો અને દુકાનમાં રહેલ માલ સ્ટોક ચેક કરવામાં આવી રહ્યો છે કોઈ જગ્યાએ સીલ કરવામાં આવ્યું નથી અને વેપાર ધંધો પણ ચાલુ છે સર્ચ ઓપરેશન કાર્યવાહી ચાલુ છે.