Advertisement

આણંદ નવા બસ સ્ટેશનમાં નિ:શુલ્ક શૌચાલય, પરંતુ મુસાફરો પાસેથી ચાર્જ વસૂલ!

આણંદ નવા બસ સ્ટેશનમાં નિ:શુલ્ક શૌચાલય, પરંતુ મુસાફરો પાસેથી ચાર્જ વસૂલ!

આણંદ નવા બસ સ્ટેશનમાં મુસાફરો માટે નિ:શુલ્ક શૌચાલય બનાવવામાં આવ્યું હતું.તેમજ છતાં એજન્સીના માણસો મુસાફરો પાસેથી શૌચાલયનો ઉપયોગ કરવા બદલ ચાર્જ વસુલતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.

જે બાબતે આણંદ એસટીડેપોના મેનેજર તપાસ કરી તો ખરેખર મુસાફરો પાસેથી ચાર્જ વસુલાતો હોવાનું ખુલવા પામતા મહેસાણાની એજન્સીને નોટીસ ફટકારી હતી. તેમજ રૂ 3 હજારની પેનલ્ટી વસુલવામાં આવી હોવાનું એસટીડેપોના સૂત્રોએ જણાવ્યું હતું.

આણંદ નવા બસ સ્ટેશનમાં મુસાફરોની સુવિધા માટે નિ:શુલ્ક શૌચાલય બનાવવામાં આવ્યું હતું.જેની નિભામણી માટે મહેસાણાની કોમલ એન્ટરપ્રાઇઝ એજન્સી કામ સોપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાંક સમયથી મુસાફરો નિ:શુલ્ક શૌચાલયનો ઉપયોગ કરે તો એજન્સીના માણસો દ્વારા મુસાફરો પાસે રૂપિયા પાંચનો ચાર્જ વસુલવામાં આવતો હતો.

મુસાફરો પાસે છુટાના હોય તો અવારનવાર બોલાચાલી થતી હતી. જે બાબતે જાગૃત મુસાફરો દ્વારા આણંદ એસટીડેપોના અધિકારીઓને રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇને એસટીડેપોના મેનેજર કમલેશ શ્રીમાળી તપાસ કરતાં એજન્સીના માણસો દ્વારા શૌચાલયનો ઉપયોગ કરવા બદલ ચાર્જ વસુલવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું હતું.

જેથી એસટીડેપો મેનેજરે કમલ એન્ટપ્રાઇઝ મહેસાણા હાઉસકીપીંગ એજન્સીને નોટીસ ફટકારી તાત્કાલિક ચાર્જ વસુલવાનું બંધ કરવા જણાવ્યું હતું. તેમજ અત્યાર સુધી ચાર્જ વસુલ્યો હતો તે બદલ રૂ 3 હજારની પેનલ્ટી કરવામાં આવી હતી. જેથી એજન્સી તાત્કાલિક નાણાં ભરી દીધા હોવાનું એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

Advertisement