આણંદ જિલ્લામાં 19 શાળા અને 12 પીએચસીમાં સોલાર આરઓ પ્લાન્ટ કાર્યરત
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા તેમના સીએસઆર ફંડ માંથી વિવિધ પ્રકારની સહાય કરવામાં આવે છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં રૂા.1.16 કરોડના ખર્ચે 31 સોલર પાવર આર ઓ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે, જે 19 પ્રાથમિક શાળાઓ ખાતે અને 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યકરત કરવામાં આવ્યા છે, જેનું મોગર પ્રાથમિક શાળા ખાતે થી લોકાર્પણ જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતીની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યું હતું.
પાવર ગ્રીડ કોર્પોરેશનના ચીફ જનરલ મેનેજર એ જણાવ્યું હતું કે જિલ્લામાં આણંદ તાલુકાની 19 પ્રાથમિક શાળાઓ જેમાં આણંદ તાલુકાની વઘાસી, ત્રણોલ, અડાસ અને મોગર, ખંભાત તાલુકાની શકરપુર, તારાપુર તાલુકા ની તારાપુર અને મોરજ, સોજીત્રા તાલુકાની સોજીત્રા અને ખોડિયાર, બોરસદ તાલુકાની સૈજપુ, નામણ, દહેવાણ અને ડાલી, પેટલાદ તાલુકાની આમોદ અને દંતાલી, આંકલાવ તાલુકા ની આસરમાં અને કોસીન્દ્રા જ્યારે ઉમરેઠ તાલુકાની ખાનકુવા અને ખાખણપુર પ્રાથમિક શાળાઓ ખાતે સોલાર પાવર આર ઓ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. તેવી જ રીતે આણંદ જિલ્લાના12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા દર્દીઓને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સોલાર પાવર આર ઓ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.
જેમાં આણંદ તાલુકાના વડોદ કરમસદ અને અડાસ, ખંભાત તાલુકાના વટાદરા અને બામણવા, તારાપુર તાલુકાના બુધેજ, બોરસદ તાલુકાના ઝારોલા અને નાપા, પેટલાદ તાલુકાના નાર અને બાંધણી, આકલાવ તાલુકાના ખડોલ અને ઉમરેઠ તાલુકાના ભાલેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોલાર પાવર દ્વારા આર ઓ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.