Advertisement

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની તૈયારી શરૂ: કલેક્ટરે બેઠક યોજી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની તૈયારી શરૂ: કલેક્ટરે બેઠક યોજી

આણંદ જિલ્લામાં વિકાસ સપ્તાહની તૈયારી શરૂ: કલેક્ટરે બેઠક યોજી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, ગુજરાતની વિકાસગાથા જન-જન સુધી પહોંચાડવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન 'વિકાસ સપ્તાહ' ઉજવાઈ રહ્યું છે.

આણંદ જિલ્લામાં પણ આ સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. 15 ઓક્ટોબરના રોજ આણંદ જિલ્લા મથકે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને પદયાત્રાનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી.બેઠકમાં કલેકટર ચૌધરીએ વિકાસ સપ્તાહના કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તમામ વિભાગના અધિકારીઓને તેમની કામગીરી અને તે માટેની જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

કલેક્ટરે આ તકે 15 ઓક્ટોબરના રોજ યોજાનાર પદયાત્રામાં શહેરીજનોને જોડાવા અપીલ કરી હતી. આણંદ શહેરમાં 15મી ઓક્ટોબરે સવારે 9:30 કલાકે આણંદ-વિદ્યાનગરના શહીદ ચોકથી પદયાત્રા શરૂ થશે. આ યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરીને આણંદ ટાઉનહોલ ખાતે સમાપ્ત થશે. ત્યારબાદ ટાઉનહોલ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મિલિન્દ બાપના, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ, નિવાસી અધિક કલેકટર આર.એસ. દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement