Advertisement

આણંદ ગ્રામ્ય મામલતદાર પદ ખાલી, 42 ગામના લોકો કામ માટે ભટકી રહ્યા છે

આણંદ ગ્રામ્ય મામલતદાર પદ ખાલી, 42 ગામના લોકો કામ માટે ભટકી રહ્યા છે

આણંદ ગ્રામ્ય મામલતદાર પદ ખાલી, 42 ગામના લોકો કામ માટે ભટકી રહ્યા છે

આણંદ ગ્રામ્ય મામલતદારને બદલી થતાં આજદિન સુધી રાજ્ય સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવી નથી. ત્યારે ચૂંટણીના માહોલ વચ્ચે 42 ગામડાઓના અરજદારો વિવિધ કામ અર્થે હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે. બીજી તરફ આણંદ ગ્રામ્ય મામલતદારની જવાબદારી સીટી મામલતદારને સોંપવાને બદલે ગ્રામ્ય મામલતદારની જગ્યા ભરપાઇ કરવામાં આવે તેવી સરકારી કર્મચારીઓ સહિત અરજદારોમાં માગ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ ગ્રામ્ય મામલતદારને રાજ્ય સરકારે ચૂંટણીનો માહોલ હોવા છતાં એકાએક બદલી કરી દેવામાં આવી છે. ત્યારે આજદીન સુધી મામલતદારની નિમણુંક નહીં કરાતાં કર્મચારીઓ માટે સમસ્યા માથાના દુ:ખાવા સમાન સાબિત થઇ ગઇ છે. કારણે કે 42 જેટલા ગામડાઓમાં અરજદારો ગ્રામ્ય મામલતદાર કચેરીમાં સરકારી કામગીરી માટે ઉમટી પડતાં હોય છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય મામલતદારની વહેલી તકે ભરતી કરવામાં આવે તેવી માગ ઉચ્ચારી છે. કારણ કે મામલતદાર નહીં હોવાથી કૃષિ પંચના કેસ, સહિતની સરકારી કામગીરી માટે રીતસરના હાલાકીઓનો ભોગ બની રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આણંદ ગ્રામ્ય મામલતદારની બદલી થયા બાદ રાજ્ય સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવતી નથી. જેના પગલે અરજદારોએ આવકના દાખલા અને રેશનકાર્ડ, સોગંદનામા સહિતની સરકારી કામગીરીઓ માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી સમય અને નાણાં ખર્ચીને આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. જેથી રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણીના પગલે વહેલી તકે મામલતદારની નિમણુંક કરવા માંગ કરી છે.

Advertisement