આણંદ-ખેડા જિલ્લામાં ઠંડીનું ફરી વળતું મોજું: લઘુતમ તાપમાન 12 ડિગ્રી, બરફીલા પવનથી નગરજનો અને બાળકો માટે ચેતવણી!
ઉત્તર-પૂર્વ દિશાથી ફૂંકાતા બરફીલા પવનોને કારણેઆણંદ ખેડા જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.જેના કારણે નગરજનોને દિવસ દરમિયાન ગરમ વસ્ત્રોમાં સજ્જ થઇ ને બહાર નીકળવાનો વખત આવ્યો હતો.
ચરોતરમાં સિઝનમાં પહેલી વખત લઘુતમ તાપમાન 12 ડિગ્રી પહોંચ્યું છે. અગાઉ 15 દિવસ પહેલા 12.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે આગામી 24 કલાકમાં વધુ એક ડિગ્રી તાપમાન ઘટે તેવી સંભાવના છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યાં પ્રમાણે કાશ્મીર પંથકમાં થઇ રહેલી હિમવર્ષાના પગલે છેલ્લા બે દિવસથી બરફીલા પવનોનું જોર વધ્યું છે.
આગામી ત્રણ દિવસ સુધી બરફીલા પવનો ફુંકાવવાની સંભાવના છે. જેને કાંતિલ ઠંડીનો હેસાસ વર્તાશે. રવિવારે લઘુતમ તાપમાન 12 ડિગ્રી ,મહત્તમ તાપમાન 26.7 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 88 ટકા અને પવનની ગતિ પ્રતિકલાક 5 કિમીની નોંધાઇ છે.
ઠંડી વધુ હોય ત્યારે બાળકોનું તાપમાન સતત માપતાં રહેવું આણંદ સિવિલ હોસ્પિટલના ડો અમર પંડયાએ જણાવ્યું હતું કે ઠંડીનું જોર વધુ છે. ત્યારે ઠંડીમાં બિમારી બચવા માટે વધુ કેલરીવાળા ખોરાક ખાવા અને ગરમ ખોરાક ખાવા જણાવ્યું છે.
તેમજ જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા જણાવ્યું છે. તેમજ આંખોને ઠંડીથી બચાવવા માટે ચશ્મા પહેરીને બહાર નીકળવું,નાના બાળકોને ઠંડીથી બચાવવા માટે લાંબા સમયથી બહાર ન રાખો, બાળકને ગરમી ટોપી,સ્વેટર પહેરાવી રાખવા જણાવ્યું છે.
તેમજ બાળકનું તાપમાન દર બે કલાકે માપું જેથી બાળક તાવ કે અન્ય બિમારીની ઝપેટમાં આવે તો તાત્કાલિક સારવાર કરી શકાય તેમ છે.