આણંદ ઈ ધરા કેન્દ્રમાં 5માંથી 3 કાઉન્ટર દૂર કરી નવીન આધારકાર્ડ કેન્દ્ર તૈયાર કરાશે
આણંદ કલેક્ટર કચેરી ઈ ધરા કેન્દ્રમા રીનોવેશન કામગીરીઓ હાથ ધરવામા આવી રહેલ છે.ત્યારે હજારો અરજદારો હાલાકીઓનો ભોગ બની રહ્યા છે.કારણ કે આધાર કેન્દ્ર ઓફિસ નવીન બનાવવા માટે તંત્રએ 3 કાઉન્ટરની બારીઓ તોડી નાંખતા બે બારીઓ પર આવકનો દાખલો, સોગંદનામુ સહિત વિવિધ કામગીરીઓનો વધારાનો બોજ વધી ગયો છે.
પ્રાપ્ત વિગત મુજબ આણંદ ઈધરા કેન્દ્રમા આધાર કેન્દ્ર સહિત પાણીની પરબ, મહીલા ટોઈલેટ સહિતની નવીનીકરણ કામગીરીઓ હાથ ધરવામાં આવી રહેલ છે. ત્યારે દરરોજ મોટી સંખ્યામા ભીડનો માહોલ થઈ જાય છે. કારણ કે આવકનો દાખલો,રેશનકાર્ડ સહિતની સરકારી કામગીરીઓ માટે તંત્રએ પાંચ કાઉન્ટર તૈયાર કર્યા હતા. પરંતુ હાલમાં કાઉન્ટર તોડી નાંખીને નવીન આધાર કાર્ડ કેન્દ્ર ઓફિસ તૈયાર થઇ રહેલ હોવાથી કર્મચારીઓને વધારાનો બોજ સોંપાતા આવકનો દાખલો બે દિવસને બદલે 3 દિવસે આપવામાં આવે છે.
આખરે તંત્રના પાપે હજારો અરજદારો હાલાકીઓનો ભોગ બની રહ્યા હોવાનું જણાવ્યું હતું.આ અંગે આણંદ જીલ્લા સ્ટેટ પીડબલ્યુ ડી વિભાગના અધિકારી જીગર પટેલે જણાવેલ કે આણંદ કલેક્ટર કચેરીએ ઈધરા કેન્દ્રમા આધાર કેન્દ્ર ઓફિસ નવીન તૈયાર કરવામા આવી રહેલ છે. કારણ કે ભીડ વધુ થઈ જતી હોવાથી હવેથી નવીન આધાર કાર્ડ કેન્દ્રઓફીસમાં મુખ્ય દરવાજો અન્ય જગ્યાએ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. અરજદારોને પડતી હાલાકીઓનો કાયમી ધોરણે અંત આવી જશે.