Advertisement

આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું, પ્રવેશ પર નિયંત્રણ

આણંદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું, પ્રવેશ પર નિયંત્રણ

આણંદ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર અને નાગરિકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને અને લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી, જાહેર જનતાના પૈસા લઇ ભાગી જતા હોવાનું તથા છેતરપીંડી કરતા હોવાનું ધ્યાન પર આવેલ છે. આથી બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અટકાવવા જરૂરી છે.

જિલ્લાની તમામ સરકારી કચેરી ખાતે સરકારી કામ માટે આવેલ હોય અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ સબબ આવેલ હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમ અથવા ઇસમોની ટોળીને જીલ્લાની તમામ સરકારી કચેરીના મુખ્યગેટની આસપાસના 100 મીટરની ત્રિજયાના વિસ્તારમાં ઉભા રહેવા બાબતુ રજૂઆત કરી હતી.

આણંદના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ના રર માં અધિનિયમની કલમ-37(4) અન્વયે મળેલ સત્તાની રૂએ આણંદ જીલ્લાની હદ વિસ્તારમાં આવતી તમામ સરકારી કચેરીઓએ જાહેર જનતાને ગેરમાર્ગે દોરી પૈસા પાડવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના ઇરાદાઓ ધરાવતી વ્યક્તિઓએ સરકારી કચેરીઓના મુખ્યગેટની આસપાસના 100 મીટર ત્રિજયાના વિસ્તારમાં ઉભા રહેવા ઉપર તેમજ પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Advertisement