Advertisement

આણંદ મનપાની લાલ આંખ: મિલકત વેરો નહીં ભરો તો ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે, જાણો મનપાનો નવો આદેશ.

આણંદ મનપાની લાલ આંખ: મિલકત વેરો નહીં ભરો તો ગટર કનેક્શન કાપી નાખવામાં આવશે, જાણો મનપાનો નવો આદેશ.

આણંદ મનપા દ્વારા આગામી સપ્તાહમાં વેરા વસુલાત હાથ ધરાશે. છેલ્લા 10 દિવસમાં 30 વધુ મિલકત સીલ કરી છે. જ્યારે હાલમાં મનપા દ્વારા 30 હજારથી વધુનો મિલકત વેરો બાકી હોય તેવા નાના બાકીદારોને નોટીસ પાઠવીને વેરો ભરપાઇ કરવામાં જણાવ્યું છે. તેમ છતાં વેરો નહીં ભરે તો ગટર કનેકશન કપાશે.


કરસમદ આણંદ મનપા વિસ્તારમાં 1.46 લાખ ઉપરાંત મિલકત ધારકો છે. કેટલાંક રહેણાંક મકાન ધરાવતા મિલકત ઘારકો પણ છેલ્લા 5 વર્ષ થી વેરો નથી ભરતા તેવા 200થી વધુ મિલકત ધારકોને નોટીસ ફટકારાશે. તેમ છતાં મિલકત વેરો નહીં ભરે તો આગામી દિવસોમાં ગટર કનેકશન કાપવાની કાર્યવાહી કરાશે. તેમ છતાં વેરો નહીં ભરે તો મકાન સીલ કરાશે. ગત સપ્તાહમાં કરમસદ વિસ્તારમાં આવેલા બે મકાન માલિકોને વારંવાર નોટીસ પાઠવા છતાં મિલકત વેરો ભરતા ન હતા. જેથી મનપાએ બંનેના મકાન સીલ માર્યું હતું. તેમજ નાના બાકીદારોને નોટીસ આપવા છતાં વેરો નહીં ભરે તો ગટર જોડાણ કપાશે.

Advertisement