કેન્દ્ર સરકારે તમામ કેટેગરીના રેશનકાર્ડને ઇ કેવાયસી ફરજીયાત કરવાનો આદેશ કર્યો છે. ત્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં ઈ-કેવાયસીની 94 ટકા કામગીરીઓ પુર્ણ થઇ ગઇ છે.જો કે હજુપણ 6 ટકા કામગીરીઓ બાકી રહી હોવાથી અબાલ વૃદ્ધો,નાના બાળકોના ફિંગર પ્રિન્ટ નહીં આવતા તંત્ર માટે સમસ્યા માથાના દુખાવા સમાન સાબિત થઇ ગઇ છે.છતાંય પણ ટીમોને 100 ટકા કામગીરીઓ પુર્ણ કરવા કામગીરી હાથ ધરવામાં આવી રહેલ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ શહેર સહિત જિલ્લામાં એનએફએસએ 1,4,9843 રેશનકાર્ડ ધારકો નોંધાયેલા છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા ઇ કેવાયસી માટે ઘણા સમયથી ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
ગ્રામ પંચાયત સહિત અન્ય જગ્યાએ ઇ કેવાયસી કરી દેવા રેશરેશનકાર્ડ ધારકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે 3 મહીનામાં એક પણ વખત અનાજ નહીં મેળવતા રેશનકાર્ડ પણ આપોઆપ બંધ કરી થઇ જાય છે.
આમ આણંદ જિલ્લામાં પુરવઠા વિભાગમાં અત્યાર સુધીમાં કુલ 94 ટકા ઇ કેવાયસીની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે.બાકીની 6 ટકા ઇ કેવાયસી કામગીરી બાકી હોય તમામ રેશનકાર્ડ ધારકોને ઇ કેવાયસી કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યો છે.
સરકાર દ્વારા સાચા લાભાર્થી અનાજથી વંચિત ના રહી જાય તે માટે છેલ્લા 2 વર્ષથી ઇ કેવાયસીની કામગીરી ઠેરઠેર હાથ ધરવામાં આવી છે.નાના બાળકો અને અબાલ વૃદ્ધોની ફિંગર પ્રિન્ટ નહીં મેચ થતા તંત્ર માટે પણ મુંઝવણ ઉભી થઈ છે.