આણંદ, ગુરુવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં આજથી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષાનો જિલ્લામાં શાતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે.
આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ પ્રથમ દિવસે બપોર બાદ ધોરણ 12 માં નોંધાયેલા કુલ 16663 વિદ્યાર્થીઓ પૈકી વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનમાં 34, સામાન્ય પ્રવાહ અર્થશાસ્ત્રમાં 96 અને વ્યવસાયલક્ષી ઉદ્યોગ સાહસિકતામાં 04 મળીને કુલ 134 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં.
વધુમાં આણંદ જિલ્લામાં આજની પહેલા દિવસની પરીક્ષા દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા માં કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી.