Advertisement

આણંદમાં GCMMFની ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી: અશોક ચૌધરી અને ગોરધાન ધામેલિયા સર્વાનુમતે પસંદ

આણંદમાં GCMMFની ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી: અશોક ચૌધરી અને ગોરધાન ધામેલિયા સર્વાનુમતે પસંદ

આણંદમાં GCMMFની ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી: અશોક ચૌધરી અને ગોરધાન ધામેલિયા સર્વાનુમતે પસંદ

આણંદમાં સહકારી ક્ષેત્રે વિશ્વફ્લક પર નામના મેળવતાં અમૂલનું માર્કેટીંગ કરતાં ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (GCMMF)ના હાલના ચેરમેન શામળ પટેલ અને વાઈસ ચેરમેન વાલમજી હુંબલનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં આજરોજ GCMMFના ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં GCMMFના ચેરમેન તરીકે અશોક ચૌધરી (દૂધસાગર ડેરી-મહેસાણાના ચેરમેન) અને વાઈસ ચેરમેન તરીકે ગોરધન ધામેલીયા (ચેરમેન, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિ.)ની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે.

ઇલેક્શનને બદલે સિલેક્શન જેવી પરંપરા

અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટીંગ કરતાં GCMMFનું વાર્ષિક ટર્નઓવર 90 હજાર કરોડને આંબી ગયું છે. દર વખતે ચેરમેન અને વાઈસ ચેરમેન માટે ઇલેકશનના બદલે સિલેકશન જેવી પરંપરા ચાલી આવે છે, માત્ર એક જ ફોર્મ ભરાય છે. GCMMFમાં ચેરમેન અને વાઈસ ચેરમેન માટે ઇલેકશનના બદલ સિલેકશનની ચાલી આવતી પરંપરા અનુસાર આ વખતે સુકાનીઓ અશોક ચૌધરી અને ગોરધન ધામેલીયાને આપવામાં આવી છે.

1973માં ડો.કુરિયનએ GCMMFની સ્થાપના કરી

સાડા સાત દાયકા પહેલા સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બૃહદ ખેડા જિલ્લામાં ખેડૂત અગ્રણી ત્રિભુવનદાસ પટેલના નેતૃત્વમાં સહકારી ધોરણે દૂધ ઉત્પાદક મંડળીઓ શરૂ કરવામાં આવી હતી. જેમાં સહકારી ધોરણે દૂધ ઉત્પાદક મંડળીઓ શરૂ કર્યા બાદ દૂધ અને દૂધ ઉત્પાદનોના માર્કેટિંગ માટે વર્ષ 1973માં ડો.કુરિયન ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.-જીસીએમએમએફની સ્થાપના કરવામાં આવી હતી અને તેઓ જ 2006 સુધી ચેરમેન પદે રહ્યાં હતાં.

રાજ્યના 18 સંઘના ટર્નઓવર આધારે મત અમૂલ-ફેડરેશનના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ફેડરેશનના સભ્ય સંઘો એવા ગુજરાતના 18 ડેરી સંઘોના ચેરમેન, જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા મત આપવામાં આવે છે. જેમાં ડેરી સંઘોના દૂધના ધંધાના આધારે મત નક્કી થયેલા હોય છે. જોકે, ફેડરેશનની સ્થાપનાથી લઇને અત્યારસુધી ક્યારેય ચૂંટણીમાં મતદાનની આવશ્યકતા ઉભી થઇ નથી, કારણ કે મતદાર એવા બોર્ડના સદસ્યો દ્વારા સર્વાનુમતે જ ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી કરવામાં આવે છે.

જીસીએમએમએફમાં કોણ-કોણ ચેરમેન રહ્યું?

  • ડો. કુરિયન
  • બનાસ ડેરીના ચેરમેન પરથી ભટોળ
  • મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરી
  • સાબર ડેરીના ચેરમેન જેઠા પટેલ
  • આણંદ અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર
  • સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ
  • અને હવે, અશોક ચૌધરી
Advertisement