Advertisement

આણંદમાં 4 એકમોમાં ક્ષતિઓ અને સ્વચ્છતાનો અભાવથી 1.55 લાખનો દંડ

આણંદમાં 4 એકમોમાં ક્ષતિઓ અને સ્વચ્છતાનો અભાવથી 1.55 લાખનો દંડ

આણંદમાં 4 એકમોમાં ક્ષતિઓ અને સ્વચ્છતાનો અભાવથી 1.55 લાખનો દંડ

આણંદ : આણંદ મનપાના આરોગ્ય અને સેનિટેશન વિભાગે આણંદ - વિદ્યાનગર રોડ પર આવેલી અક્ષરધામ ગુજરાતી થાળ, આલ્ફા રેસ્ટોરન્ટ અને ૧૦૦ ફુટ રોડ પર આવેલી જય ઝુલેલાલ બેકરી અને મસ્તાના દાબેલીના પ્રોડક્શન હાઉસ ખાતે આકસ્મિક ચેકિંગ કર્યું હતું. ચાર એકમોની તપાસમાં ગંભીર ક્ષતિઓ અને સ્વાચ્છતાનો અભાવ જોવા મળતા સ્થળ પરથી ૧.૫૫ લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાની ટીમના ચેકિંગમાં અક્ષરધામ ગુજરાતી થાળ અને આલ્ફા રેસ્ટોરન્ટ અને જય ઝૂલેલાલ બેકરી અને મસ્તાના દાબેલીના પ્રોડક્શન હાઉસમાં જાહેર આરોગ્યનને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. આ એકમોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ, મચ્છરોની ઉત્પત્તિ અને સ્વચ્છતાનો અભાવ સહિતની ક્ષતિઓ સાથે નિયમોનો ભંગ કરાયો હતો.

અક્ષરધામ ગુજરાતી થાળ પાસેથી જાહેર આરોગ્ય માટે ૨૫ હજાર અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ દસ હજાર, આલ્ફા રેસ્ટોરન્ટ પાસેથી જાહેર આરોગ્ય માટે ૨૫ હજાર, સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ માટે ૫ હજાર અને મેલરિયાના ઉત્પતિ જોવા મળતા વધુ પાંચ હજારનો, મસ્તાના દાબેલી પાસેથી જાહેર આરોગ્ય માટે ૨૫ હજાર, સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ માટે વધુ ૨૫ હજાર, મચ્છરની ઉત્પતિ દેખાતા પાંચ હજાર તેમજ જય ઝુલેલાલ બેકારી પાસેથી આરોગ્ય લક્ષી બેદરકારી માટે ૨૫ હજાર, સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ માટે ૨ હજાર અને મચ્છરોની ઉત્પતિ માટે ૩ હજારનો દંડ અને વહિવટી ચાર્જ સ્થળ

આ એકમો ૧૫ દિવસમાં જરૂરી સ્વાચ્છા અંગે કાર્યવાહી કરવામાં નહીં આવે તો એકમો સીલ કરવાની ફરજ પડશે. આણંદ મનપાના હેલ્થ વિભાગના મેડિકલ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા અનુસાર, મહાનગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીના એકમો દ્વારા જાહેર આરોગ્ય જોખમાતુ હશે તો હોટલ, લારી, ગલ્લાઓ, દુકાનો, રેસ્ટોરન્ટ, બેકરીની આકસ્મિત મુલાકાત લેવાશે અને કાયદાની જોગવાઇ મુજબ કાર્યવાહી કરાશે.

Advertisement