આણંદમાં વિરોધની નવો મોડેલ: ખાડા સામે નમન કર્યા પછી તંત્ર એકશનમાં

આણંદમાં ગણેશ ચોકડી પર બની રહેલા બ્રીજને લઇને અમૂલ ડેરો રોડ પર બનાવેલા સર્વિસ રોડની વરસાદમાં હાલત બગડી ગઇ છે. રોડ પર ગટરના ઢાંકણાનું લેવલિંગ ન કરાતા ઉબડખાબડ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોને હાલત કફોડી બની જાય છે. જેને લઇને ખાડાની પૂજા કરી અનોરી રીતે વિરોધ કરાયો હતો.
આણંદમાં વરસાદ પડતાની સાથે ગણેશ ચોકડી સર્વિસ રોડ ઉપર ખાડાઓનું સામ્રાજય થઈ ગયું છે. જેને પગલે હજારો વાહન ચાલકો હાલાકીઓનો ભોગ બની રહ્યા છે.ત્યારે શહેરના જાગૃત નાગરિક હર્ષિલ દવેએ અમૂલ ડેરી રોડ ઉપર આવેલ સર્વિસ રોડ ઉપર ખાડા પડી ગયા હોવાથી અનોખો વિરોધ કર્યો હતો. જેમાં ખાડા પાસે નાળિયેર વધેરીને પુજા અર્ચના સાથે મનપા કમિશનર સહિત ટીમોને સદ બુધ્ધિ મળે તેવી પ્રાર્થના કરી હતી. વિરોધ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક માર્ગ મરામત કામગીરી શરૂ કરાઇ હતી.