Advertisement

આણંદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે શરૂ થશે અંગ્રેજી માધ્યમની શાળાઓ

આણંદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે શરૂ થશે અંગ્રેજી માધ્યમની શાળાઓ

આણંદમાં રૂ. 2.50 કરોડના ખર્ચે શરૂ થશે અંગ્રેજી માધ્યમની શાળાઓ

આણંદ શહેરમાં મનપા દ્વારા રૂા.2.50 કરોડના ખર્ચે અંગ્રેજી માધ્યમની 2 પ્રાથમિક શાળા શરૂ કરાશે. સરકારે દરખાસ્ત મંજૂર કરતા હવે જગ્યાની પસંદગી કર્યા બાદ કામગીરી હાથ ધરાશે. આણંદ નગરપાલિકા સમયે પાલિકા સંચાલિત એક પણ અંગ્રેજી માધ્મયની સ્કુલ ન હતી. જેના કારણે ગરીબ વર્ગના બાળકોને અંગ્રેજી માધ્યમના અભ્યાસથી વંચિત રહેતા હતો. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખાનગી સ્કૂલોની ઉંચી ફી પોષાય તેમ ન હતી.જેને ધ્યાને લઇને આણંદના ધારાસભ્યે આણંદ મનપાને અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરવા માટે રજૂઆત કરી હતી.જેથી મનપા કમિશ્નર દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગ લેખિતમાં રજૂઆત કરી હતી.

તેમજ ધારાસભ્યે યોગેશ પટેલે શિક્ષણમંત્રીમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇને શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવતા હવે ટૂંક સમયમાં આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની 2 નવી પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવશે, જેના માટે રૂ. 2.5 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે તેમના દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની બે પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની માંગણી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવતા જણાવ્યું હતું કે મનપા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાથી ગરીબ પરિવારના દીકરા દીકરીઓ પણ અંગ્રેજી માધ્યમની શાળામાં ભણી શકશે, આ ઉપરાંત મનપા વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ શરૂ કરવાથી જે બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણવા ઈચ્છે છે પરંતુ ખાનગી અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રવેશ મેળવી શકતા નથી તેવા જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ માટે મનપા વિસ્તારમાં શરૂ કરવામાં આવનાર અંગ્રેજી માધ્યમની નવી પ્રાથમિક શાળાઓ આશીર્વાદરૂપ સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Advertisement