Advertisement

આણંદમાં રાતે 8થી 10 ફટકડા ફોડી શકાશે લુમ ફોડવા પર પ્રતિબંધ મૂકાયો

આણંદમાં રાતે 8થી 10 ફટકડા ફોડી શકાશે લુમ ફોડવા પર પ્રતિબંધ મૂકાયો

આણંદમાં રાતે 8થી 10 ફટકડા ફોડી શકાશે લુમ ફોડવા પર પ્રતિબંધ મૂકાયો

દિવાળીના તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને, જાહેર જનતાની સલામતી માટે અને જનતાને અગવડ ન પડે તે માટે આણંદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ અમુક પ્રવૃતિ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

દિવાળીના તહેવારો દરમ્યાન રાત્રીના 8-00 કલાક થી 10-00 કલાક દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે. ફટાકડાની લુમ થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકશે નહી, ફોડી શકશે નહી કે વેચાણ કરી શકશે નહી. હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર પીઇએસઓ સંસ્થા ધ્વારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ધ્વનિ સ્તર વાળા જ ફટાકડા વેચી/ વાપરી શકશે. પીઇએસઓ ધ્વારા એવા અધિકૃત/ માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર પીઇએસઓની સુચના પ્રમાણેનું માર્કિંગ હોવુ જરૂરી છે. હોસ્પિટલ, નર્સિંગહોમ, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે.

Advertisement