Advertisement

આણંદમાં ફક્ત 3 ઇંચ વરસાદ, 50થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા

આણંદમાં ફક્ત 3 ઇંચ વરસાદ, 50થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા

આણંદમાં ફક્ત 3 ઇંચ વરસાદ, 50થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાયા

આણંદ નગરપાલિકાના શાસનમાં વરસાદી પાણીના નિકાલ માટે 151 કરોડના ડ્રેનેજ લાઇન બનાવી હતી. જ્યારે આણંદ મનપામાં પરિવર્તન થયા બાદ વરસાદી પાણીના નિકાલ માટે રૂ 4 કરોડ ઉપરાંતના ખર્ચે 31 રીચાર્જ બોર બનાવ્યાં હતા છતાં 3 ઇંચ વરસાદના પાણીનો નિકાલ ન થતાં શહેરના ચાવડાપુરા,રાજોડપુરા, પાધરિયા વિસ્તાર, પાલિકા નગર, 80 ફૂટ રોડ, જીટોડિયા રોડ સહિત અન્ય વિસ્તારમાં આવેલી 50થી વધુ નીચાણવાળી સોસાયટીમાં વરસાદી પાણી ભરાયાં હતા. જેમાં સૌથી ખરાબ હાલત ચાવડાપુરાની સોસાયટીઓમાં જોવા મળી રહી છે. કલાકો સુધી પાણીનો ભરાવો રહેતા સોસાયટીના રહીશોને ઘરમાંથી બહાર વાહન લઇને તો ઠીક ચાલતા નીકળવુ મુશ્કેલ બન્યુ હતું.

આણંદ શહેરના રાજપથ માર્ગ પ્રાપ્તિ સર્કલ પાસે આવેલા સિધ્ધિ વિનાયક, ભકિત એવન્યુ, મીરા પાર્ક, પારસ બંગ્લોઝ, ગંગોત્રી સોસાયટી સહિત જવા માર્ગ સોમવાર મોડી રાતથી ઢીંચણ સમા પાણી ભરાઇ ગયા હતા. જો કે દરવર્ષે ચોમાસામાં ચાર માસ સુધી આવી પરિસ્થિતી રહે છે. જે બાબતે મનાપ રજૂઆત કરી હતી. તેમ છતાં વરસાદી પાણીના નિકાલ માટે કોઇ જ આયોજન કરવામાં આવ્યું નથી. જેના કારણે મંગળવાર સવારે સોસાયટીના રહીશોને વરસાદી પાણીમાં પડીને અવરજવર કરવાનો વખત આવ્યો હતો. જેથી પગમાં ચામડીના રોગ થવાની સંભાવના રહેલી છે.

ચાવડાપુરાની સોસાયટીમાં બહાર નીકળવું મુશ્કેલ ચાવડાપુરા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઇ નક્કર આયોજન ન કરાતા પાણી ભરાયું છે. જેથી લોકોને ઘરની બહાર નીકળી શકતાં નથી. ખાસ કરીને વૃદ્વો અને બાળકોને મુશ્કેલી પડે છે. સોસાયટીમાં પાણી હોવાથી સ્કૂલ રીક્ષા અંદર આવતી નથી. જેથી બાળકોને ઉંચકી બહાર સુધી મુકવા જવું પડે છે. તેમજ જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા માટે લોકોને ગંદા પાણી પડી જવાનો વખત આવે છે.

ડ્રેનેજ લાઇન બનાવી પણ જોડાણનો અભાવ પંચાલ હોલથી લઇને આગળ સુધી નાંખવામાં આવેલ ડ્રેનેજ લાઇનનું પાણી ગોયા તળાવમાં નિકાલ માટે વ્યવસ્થા કરાઇ છે. પરંતુ ભાગ ઉંચો હોવાથી ઝડપથી પાણીનો નિકાલ થતો નથી.જેથી પાણી નિકાલ અટકી જતાં 80 ફૂટ રોડ સહિતની સોસાયટીઓમાં પાણી ભરાઇ જાય છે. જેથી લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડે છે.

Advertisement