Advertisement

આણંદમાં નોટરી વકીલોએ ઈ-સ્ટેમ્પ લાયસન્સ માટે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

આણંદમાં નોટરી વકીલોએ ઈ-સ્ટેમ્પ લાયસન્સ માટે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

આણંદમાં નોટરી વકીલોએ ઈ-સ્ટેમ્પ લાયસન્સ માટે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

આણંદ કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લામાં નવ નિયુક્ત નોટરી વકીલોને ઈસ્ટેમ્પ લાયન્સ ઉપલબ્ધ કરાવવા માટે નોટરી વકીલોએ એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

આ આવેદન પત્રમાં જણાવ્યું છે કે ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં ૮૦૮૩ નવ નિયુક્ત નોટરીઓને નોટરી લાઈસન્સ ઈસ્યુ કરવામા આવેલ છે. આ નવ-નિયુક્ત નોટરી વકીલોને તથા સામાન્ય જનતાને સ્ટેમ્પ પેપર લેવા માટે સરકાર દ્વારા અગાઉ નિયુક્ત કરેલ સ્ટેમ્પ વેન્ડરો પાસે જવું પડે છે, જે વેન્ડરની સંખ્યા નહિવત છે અને હાલમાં વસ્તી અને વિસ્તારના પ્રમાણમાં કામકાજ વધેલ હોય તેમજ નોટરી વકીલોની સંખ્યા પણ વધી હોવાથી આ સ્ટેમ્પ પેપર લેવા માટે અન્યત્ર જગ્યાએ જવું અને નોંધણી માટે નોટરી વકીલો પાસે જવા-આવવામાં જાહેર જનતાના સમય શક્તિ અને નાણાંનો વ્યવ થાય છે વળી નોટરીને વિવિધ કરારો, સોગંદનામા અને અન્ય દસ્તાવેજોમાં પણ સ્ટેમ્પનો ઉપયોગ કરવામાં સમસ્યા થતી હોય જો વિવિધ પ્રકારના લખાણો માટે નોટરી પાસેથી જ સ્ટેમ્પ પેપર સરળતાથી મળી રહે તો સામાન્ય જનતાને રાહત મળી શકે તેમ છે.

સરકાર દ્વારા નોટરીની સંખ્યા વધી હોવા છતા પણ નવ-નિયુક્ત નોટરીને નવા ઈ-સ્ટેમ્પ લાઈસન્સ ફાળવવામાં આવેલ નથી. જેથી જાહેર જનતા, સરળતાથી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવણી કરી સ્ટેમ્પ પેપર મેળવી શકે તે માટે ભારત સરકારે નિમણૂંક આપેલ તમામ નોટરી વકીલોને લોકહિતમાં ઈ-સ્ટેમ્પ પેપર લાઈસન્સ આપવામાં આવે.

Advertisement