આણંદમાં નવું 2-માળનું મોડર્ન મનપા સેવાસદન : 5 કરોડની મંજૂરી
ગત જાન્યુઆરીમાં કરમસદ આણંદ મહાપાલિકા બનતાં મનપા ની કાયૅ પ્રણાલી ને લક્ષમાં લઇ રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 5 કરોડની મંજૂરી આપતાં સૈકા જૂના પાલિકા સેવાસદન સ્થળે બે માળનું આધુનિક સુવિધા સજ્જ મનપા સેવાસદન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે નવા સેવાસદનમાં બે બાજુએ થી એન્ટ્રી પોઇન્ટ ગેટ સાથે ઉભા કરવામાં આવશે. એક હાલના સ્ટેશન રોડ પરથી પ્રવેશના માર્ગ ઉપરાંત શારદા હાઇસ્કૂલની પાછળ ભાગે એન્ટ્રી ગેટ બનાવવામાં આવશે.જે સાથે વોર્ડ વિસ્તારમાં વોર્ડ કચેરી કાર્યરત થશે ના આયોજન હાથ ધરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગત જાન્યુઆરીમાં કરમસદ આણંદ મહાપાલિકા બનતાં મનપાની કાયૅ પ્રણાલી ને લક્ષમાં લઇ સૈકા જૂના પાલિકા સેવાસદન સ્થળે નવું બે માળનું આધુનિક સુવિધા સજ્જ સરકારની મંજૂરી મળતાં રૂપિયા 5કરોડના ખર્ચે મનપા સેવાસદન નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત 13 વોર્ડ વિસ્તારમાં અલગ અલગ કચેરી કાર્યરત કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.તેમજ 30થી વધુ જુદા જુદા વિભાગની ઓફિસ સહિત પ્રજા માટે અલગ હોલ બનાવવામાં આવશે. તેમ મનપા ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું છે.આગામી સમયમાં કરમસદ આણંદ મનપા ચુંટણી યોજાનાર હોય તે અંતર્ગત મનપા સેવાસદન નિમૉણ કરવામાં આવશેનું જાણવા મળેલ છે.અત્રે ઉલ્લેખનીય છેકે મનપા દ્વારા સેવાસદન માં આવાગમન માટે એક જ માર્ગ હોય તાજેતરમાં પૃષ્ઠ ભાગમાં આવેલ દુકાન તોડી એન્ટ્રી તથા એકઝીટ માટે ના માર્ગ ની કામગીરી હાથ ધરવામાં આવી છે