Advertisement

આણંદમાં ટેલીગ્રામ પર ગૂગલ ટાસ્કના નામે 11.45 લાખની ઠગાઈ

આણંદમાં ટેલીગ્રામ પર ગૂગલ ટાસ્કના નામે 11.45 લાખની ઠગાઈ

આણંદ શહેરમાં રહેતા એક યુવકને ટેલીગ્રામ એપ્લીકેશન મારફતે એકાઉન્ટ ઓપન કરાવી તેમાં ગુગલ ટાસ્કના નામે રૂ 11.45 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આણંદ શહેરમાં શ્રીજી સદન બંગલોઝમાં રહેતા અને ફાઇનાન્સ બેંકમાં નોકરી કરતાં પાર્થ ગોવિંદપ્રસાદ શાહ નામે એક્સીસ બેન્ક બાકરોલ શાખા અને કોટક મહિન્દ્રા બેન્ક આણંદ વિદ્યાનગર રોડ શાખામાં બેંક એકાઉન્ટ ધરાવે છે.

પાર્થ શાહ ગત તારીખ 2-9-2025ના રોજ પોતાના મોબાઈલમાં ટેલીગ્રામ એપ્લીકેશનનો ઉપયોગ કરતા હતા. ત્યારે રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં અજાણ્યા યુઝરોગુગલ ટાસ્ક રીવ્યુ પુર્ણ કરશો તો તમને પૈસા મળશે તેમ જણાવતા પાર્થે પોતાના યુપીઆઇડી યુઝર આઇડી ને મોકલી આપ્યા બાદ અલગ અલગ ચાર ટાસ્ક આપ્યા હતા. જે પૂર્ણ કર્યા બાદ યુઝર આઈડી ઉપરથી લીંક મોકલી પાર્થને પોતાનું એકાઉન્ટ બનાવવા માટે યુઝર આઇડી પરથી મેસેજ કરીને એકાઉન્ટ બનાવવાનું જણાવતા પાર્થે પોતાના નામનુ યુઝર નામવાળું એકાઉન્ટ બનાવી અને લીંકમાં જણાવ્યા મુજબ જરૂરી માહિતી ભરી હતી.

Advertisement