આણંદમાં ટેલિફોન એક્સચેન્જમાં કરંટ લાગતા કર્મીનો મોત
આણંદ ટેલિફોન એક્સચેન્જ પાસે મેન્ટેન્સની કામગીરી સમયે વીજ કરંટ લાગતા કર્મીનું મોત નિપજયુ હતું.ત્યારે વીજ તંત્રની ટીમોએ ટેલિફોન એક્સચેન્જમાં તપાસ કરતા લાઈટો બંધ છતાંય જનરેટ ચાલુ કરવામા આવતા વાયરમાં કરંટ ચાલુ થઈ ગયો હોવાનું ખૂલવા પામ્યું છે.જેનો રિપોર્ટ વડી કચેરીએ મોકલી આપ્યો હોય મંજૂરી મળતાની સાથે પોલીસ ફરિયાદ કરવામા આવશે.
આણંદ જુના ચાર રસ્તા સહિત અન્ય વિસ્તારમાં મેન્ટેઇનન્સ કામગીરીઓ હાથ ધરવા માટે લાઈટો બંધ રાખવાનો તંત્રએ નિર્ણય કર્યો હતો.ત્યારે વીજ પોલ ઉપર સમારકામ વખતે વીજ કરંટ લાગતાની સાથે મોત નિપજયું હતું.જેના પગલે વીજ તંત્રની ટીમો હરકતમાં આવી ગઈ હોય ટીમોએ ટેલિફોન એક્સચેન્જમા ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી.મોબાઈલ ટાવર ચાલુ રાખવા સહિત ઓફીસોમાં લાઈટો ચાલુ રાખવા માટે જનરેટ ચાલુ કરાતા વાયરમા વીજ કરંટ સપ્લાય થયો હોવાનું ખુલવા પામ્યું હતું.જેનો રિપોર્ટ તૈયાર કરીને વડી કચેરીએ મોકલી આપ્યો છે. જેનીમંજૂરી મળતાની સાથે પોલીસ ફરિયાદ કરાશે તેમ વીજ તંત્રના સુત્રોએ જણાવ્યુ હતું.